Site icon Revoi.in

કડવી પણ ઔષધ – દર રોજ સવારે એક ચમચી પલાળેલી મેથીના દાણા ખાવાથી થાય છે અનેક ફાયદાઓ

Social Share

સાહિન મુલતાની-

અનેક ઓષધી સમાન મરી મસાલા  આમ તો શિયાળામાં ફાયદા કારક હોય જ  છે પરંતુ તેમાં કેટલીક વસ્તુંઓ તો જીવન ભર તમને ફાયદો કરાવે છે અને તેમાંથી એક છે સુકી મેથીના દાણા, જી હા મેથીના દાણા રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવાથી શરીરમાં રહેલી અનેક બીમારીઓ દુર થાય છે.

સામાન્ય રીતે આપણે દાળ, કઢી કે અનેક શાકના વધારવામાં સુકી મેથી નાખતા હોઈએ છે કારણ કે મેથીથી ગેસ થતો નથી , કેટલીક વાયુ કરતી વસ્તુઓને બનાવતા વખતે મેથીનો ખાસ ઉપયોગ થાય છે તેનું આ એક મોટુ કારણ છે કે મેથી થી શરીરમાં ગેસ થતો નથી, પેટમાં દુખાવો નથી થતો, આ સાથે જ કેટલાક ગુણો હોય છે મેથીમાં જે આજે આપણે જાણીશું.

મેથી ખાવાથી થતા ફાયદાઓ