Site icon Revoi.in

બેંગ્લોરના પાસે જાણીતા છે આ 5 હિલ સ્ટેશન, એક વાર જરૂર ફરવા જાઓ

Social Share

આ દિવસોમાં, મોટાભાગના યંગસ્ટર્સ તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બેંગ્લોર જાય છે. ખાસ કરીને એવા લોકો કે જેઓ આઈટી સેક્ટરના છે. બેંગ્લોર તેની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, પ્રાકૃતિક સુંદરતા અને નાઇટલાઇફ માટે ફેમસ છે. જે લોકોનું ફેવરીટ પ્લેસ બની રહ્યું છે. અહી ફરવા માટે ઘણી જગ્યા છે. લોકો તેની આસપાસના હિલ સ્ટેશનો જોવાનું પસંદ કરે છે. હાલમાં જ હોળી પર લાંબો વીકએન્ડ છે, એવામાં તમે અહીના હિલ સ્ટેશન ફરવા જઈ શકો છો.

સ્કંદગિરિ હિલ્સ
સ્કંદગિરિ હિલ્સ ટ્રેકિંગના શોખીનોમાંટે ખૂબ ફેમસ છે. બેંગલુરુથી 62 કિમી દૂર સ્કંદગિરી હિલ્સ ફરવાનો સારો સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી છે. પાપાગની મંદિર અને ટીપુ સુલતાનનો કિલ્લો અહીંના મુખ્ય આકર્ષણો છે.

નંદી હિલ્સ
બેંગ્લોરના સૌથી નજીકના અને ફેમસ હિલ સ્ટેશનોમાંથી એક છે નંદી હિલ્સ. સુંદર સૂર્યોદય અને શાનદાર મૌસમના કારણે લોકો વિકએન્ડ પર અહીં આવવાનું પસંદ કરે છે. અહીં આવવાનો સારો સમય ઓક્ટોબરથી જૂન છે. ટીપુ સુલતાનનો ગ્રીષ્મકાલિન મહેલ નંદી હિલ્સની ચોટી પર આવેલો છે અને બેંગલુરુવાસીઓ માટે વિકએન્ડ ડેસ્ટિનેશન માંનું એક છે.

અંતરગંગે
આ જગ્યાએ ખડકોની બનેલી કેટલીક આકર્ષક ગુફાઓ છે અને તે એડવેન્ચર એક્ટિવિટી પ્રેમીઓ માટે એક આદર્શ જગ્યા છે. અહી તમે ટ્રેકિંગ, રોક ક્લાઈમ્બિંગ અને ગુફાઓ માટે જઈ શકો છો. અહીં કેટલાક જૂના મંદિરો છે અને પહાડી પરના કેટલાક કુદરતી ધોધ પણ જોવાલાયક છે.

શિવગંગાઈ
પહાડીની ટોચ પર જવાના રસ્તામાં પાણીની ઘણી જગ્યાઓ છે અને ત્યાંના લોકો એવું માને છે. કે આ પાણી પવિત્ર ગંગા નદીનું છે. આ કારણ થી આ ટેકરીનું નામ શિવગંગા પડ્યું. આ સ્થળ આધ્યાત્મિક આકર્ષણો માટે પણ જાણીતું છે.

મેલાગિરી
ઉનાળામાં બેંગ્લોર પાસે ફરવા માટેનું સૌથી સુંદર જગ્યા મેલાગિરી છે. આખું વર્ષ અહીં પ્રવાસીઓની ભીડ રહે છે. હોગેનક્કલ વોટરફોલ્સ દેખો, જે વિશ્વના સૌથી જૂના ધોધમાંનો એક છે.