Site icon Revoi.in

કચ્છના અખાતમાં સમુદ્રી ગાયના અસ્તિત્વ સામે જોખમઃ IITના વૈજ્ઞાનિકોએ કરેલું સંશોધન

Social Share

ભૂજઃ  ગુજરાતના કચ્છના અખાતમાં સમુદ્રી ગાય સામે ખતરો ઊભો થયો છે. કચ્છના દરિયાઈ ક્ષેત્રમાં મળેલા સમુદ્રી ગાયોના જીવાશ્મિ પર શોધ કરી રહેલા આઈઆઈટી રૂરકીના પ્રાધ્યાપક સુનીલ વાજપેયી, તેમના સહયોગી અને વિદ્યાર્થીઓના અધ્યયનના આધારે આ તારણ આપ્યું હતું કે, ડુગોંગ કચ્છની ખાડી સહિત ચાર અખાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે લડી રહી છે. સંશોધનમાં બહાર આવેલા તારણો મુજબ ભારતમાં સ્તનધારી સમુદ્રી ગાયની ચાર પ્રજાતિ છે, જેમાં ડુગોંગ શાકાહારી સમુદ્રી સ્તનધારીઓની એકમાત્ર બચેલી પ્રજાતિ છે અને તે લુપ્તપ્રાય પ્રજાતિ છે, જે કાંઠાળ જળમાં સમુદ્રી ઘાસ ખાય છે, જો કે, ભારતમાં જંગલી (જીવન) સંરક્ષણ અધિનિયમ, 1972 હોવા છતાં પણ આ દુર્લભ સમુદ્રી જાનવર કચ્છના અખાત, મન્નારખી ખાડી, પાક ખાડી (તામિલનાડુ) અને આંદામાન નિકોબાર ટાપુમાં પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે, જો તેમના સંરક્ષણ માટે ઠોસ પ્રયાસ કરવામાં ન આવ્યા તો આ સમુદ્રી ગાયો વિલુપ્ત થવાનું જોખમ છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) રૂરકીના વૈજ્ઞાનિકોએ સમુદ્રી ગાય (ડુગોંગ)ના જીવાશ્મિ પર કરેલાં સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે, ભારતમાં ડુગોંગનો ઈતિહાસ ચાર કરોડ, 20 લાખ વર્ષ જૂનો છે. કચ્છના અખાતમાં ડુગોંગના રહેઠાણનો વિનાશ, મોટાપાયે ગેરકાયદે માછલી પકડવાની ગતિવિધિ, પ્રદૂષણ, શિકાર કે ગેરકાયદે પ્રવાસન સામેલ છે. કુલ ચાર પ્રજાતિઓમાં આદિમ પ્રજાતિ પણ સામેલ હતી, જે આ ક્ષેત્રમાં લગભગ ચાર કરોડ 20 લાખ વર્ષ પહેલાં રહેતી હતી. જ્યારે અન્ય પ્રજાતિઓના લગભગ બે કરોડ વર્ષ પૂર્વે હાજરીનાં પ્રમાણ મળ્યા છે. પ્રોફેસર સુનીલ વાજપેયીએ જણાવ્યું કે આઈઆઈટી રૂરકીના અર્થ સાયન્સ વિભાગની પ્રયોગશાળામાં ડુગોંગ અને વ્હેલના અવશેષો રાખવામાં આવ્યા છે. તેના પર સતત શોધ થઇ રહી છે. રિસર્ચમાં જાણવા મળે છે કે વાસ્તવિક વિવિધતા તેના કરતાં વધારે હોઇ શકે છે. ભારત માત્ર દરિયાઈ ગાયો માટે નહીં પરંતુ વ્હેલ જેવા અન્ય સ્તનધારીઓ માટે પણ વિકાસ અને વિવિધીકરણનું એક પ્રમુખ કેન્દ્ર હતું. વાજપેયીના કહેવા મુજબ વર્તમાન સમયમાં ડુગોંગની માત્ર એક જ પ્રજાતિ છે. જે દરિયાઈ જળમાં પાલનપોષણ કરે છે.