Site icon Revoi.in

સનાતન ધર્મ વિરુદ્ધ ટીપ્પણી કર્યાં બાદ ઉદયનિધિનો લૂલો બચાવ, જાતિ વ્યવસ્થા ખતમ કરવાનો ઈરાદો

Social Share

ચેન્નાઈ, 15 મે 2026: સનાતન ધર્મ વિરુદ્ધ ભૂતકાળમાં વાંધાજનક ટીપ્પણ કરીને ચર્ચામાં રહેનાર ડીએમકેના નેતા અને તમિલનાડુના પૂર્વ સીમ સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાનિલે તાજેતરમાં તમિલનાડુ વિધાનસભામાં સનાતન ધર્મ વિરુધ ટીપ્પણી કર્યા બાદ હવે બચાવની સ્થિતિમાં આવ્યાં છે. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિરુધ્ધ ટીપ્પણી કરતા ભારે વિરોધ થયો હતો અને લોકોએ તેમની સામે નારાજગી વ્યક્ત કરી હતી. હવે પોતાનો લૂલો બચાવ કરતા ઉદયનિધિ સ્ટાલિને જણાવ્યું હતું કે, તેમનો ઈરાદો તેવી વ્યવસ્થા ખતમ કરવાનો છે જે લોકોને ઉંચી અને નીચી જાતિમાં વહેંચે છે.

ઉદયનિધિએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, જાતિ વ્યવસ્થા ખતમ કરવાનો અર્થ એવો નથી કે કોઈ મંદિર નહીં જાય. તેનો અર્થ એવો થાય છે કે, તમામ લોકોને સમાન અધિકાર મળવો જોઈએ, માત્ર મંદિરમાં જ નહીં સમગ્ર સમાજમાં. સ્ટાલિને જણાવ્યું કે, જ્યારે તેમણે તમિલનાડુ વિધાનસભામાં ભાષણ આપ્યું ત્યારે કહ્યું હતું કે, જે જાતિ વ્યવસ્થા લોકોમાં ભાગલા પાડે છે તેને ખત્મ કરવી જોઈએ, કેટલાક લોકો તેની આલોચના કરે છે. તેમણે જણાવ્યું હતું કે, હું એવો વ્યક્તિ નથી કે જે બધાથી ડરે. દ્રવિડ આંદોલન વિરોધથી જ ઉભુ થયું હતું. એટલે જ આ એક સ્પષ્ટીકરણ આપવું જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે, જ્યારે હું જાતિ વ્યવસ્થા ખતમ કરવાની વાત કરું છું ત્યારે તેનો અર્થ એવો નથી થતો કે કોઈ મંદિર નહીં જાય. તેનો અર્થ તમામને સમાન અધિકાર મળવા જોઈએ. તેમણે પેરિયાર, આંબેડકર, અન્ના અને કલેગનરએ બતાવેલા સિદ્ધાંતો અંગે પણ વાત કરી છે. તેઓ કોઈ ભગવાન ઉપર વિશ્વાસ ન હતા રાખતા, પરંતુ તેઓ અસમાનતા અને ઉત્પીડનનો સખ્ત વિરોધ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ અને ડીએમકે ધારાસભ્ય ઉદયનિધિ સ્ટાલીનએ સનાતન ધર્મને લઈને નિવેદન કર્યું હતું. તેમણે વિધાનસભામાં જણાવ્યું હતું કે, સનાતન કે જેને લોકોમાં ભાગલા પાડવાનું કામ કર્યું છે તેને ખતમ કરી દેવો જોઈએ. આ નિવેદન બાદ દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચોઃ યુએસ: ન્યાય વિભાગે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા બાર સામે દાવો દાખલ કર્યો

Exit mobile version