Site icon Revoi.in

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાઃ આધાર ઓપરેટર્સની ક્ષમતા નિર્માણમાં વધારો

Social Share

નવી દિલ્હીઃ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ દેશભરના હજારો આધાર ઓપરેટરોની કાર્યક્ષમતા વધારવા માટે રાષ્ટ્રવ્યાપી ક્ષમતા નિર્માણ અભિયાનની શરૂઆત કરી છે. આ કવાયત ઓપરેટરોને આધાર ઇકોસિસ્ટમમાં નીતિઓ/પ્રક્રિયાઓમાં તાજેતરના ફેરફારોથી વાકેફ કરીને ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે અને નોંધણી, અપડેટ અને પ્રમાણીકરણ પ્રક્રિયાઓ દરમિયાન ઓપરેટર સ્તરે ભૂલોને ઓછી કરશે. સૌથી અગત્યનું, તે રહેવાસીઓના અનુભવને વધુ સુધારશે.

પહેલના ભાગરૂપે, UIDAI એ છેલ્લા કેટલાક મહિનામાં ઉત્તર-પૂર્વીય રાજ્યો સહિત કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ બે ડઝન તાલીમ સત્રો યોજ્યા છે. ઓપરેટરો ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે અને એનરોલમેન્ટ, અપડેટ અને ઓથેન્ટિકેશન માટે જવાબદાર છે, તે જરૂરી છે કે તેઓ પ્રક્રિયાઓ, માર્ગદર્શિકા અને નીતિઓની સારી સમજ ધરાવતા હોય.

પહેલેથી જ આયોજિત તાલીમ સત્રોએ લગભગ 3,500 ઓપરેટરો અને માસ્ટર ટ્રેનર્સને નવીનતમ જ્ઞાન, અને નોંધણી, અપડેટ અને પ્રમાણીકરણ પ્રક્રિયાઓની મિકેનિઝમ્સથી સજ્જ કર્યા છે. તેઓ જ્ઞાન પ્રસારની પ્રક્રિયા શરૂ કરી શકે છે અને પ્રાપ્ત કરેલી માહિતીને આગળ પણ ફેલાવી શકે છે.

આ ઉપરાંત, UIDAI દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલુ વર્ષ દરમિયાન આવા 100થી વધુ પૂર્ણ-દિવસીય તાલીમ સત્રો યોજવામાં આવશે. આ ભાગીદારો દ્વારા આધાર ઇકોસિસ્ટમ અને વર્તણૂકમાં ફેરફારનું મજબૂત જ્ઞાન સમગ્ર દેશમાં નોંધણી/અપડેટ કેન્દ્રો પર રહેવાસીઓને વધુ સહાનુભૂતિપૂર્ણ અને બહેતર અનુભવ આપવામાં મદદ કરશે. દેશમાં આધાર કાર્ટનું મહત્વ સતત વધ્યું છે, દેશમાં પાટ કાર્ડને પણ આધારકાર્ડ સાથે જોડવામાં આવી રહ્યાં છે. તેમજ બેંકના એકાઉન્ટની સાથે આધાર લીક કરવામાં આવ્યું છે.