Site icon Revoi.in

UP વિધાનસભા ચૂંટણીઃ કેજરીવાલ ભગવાન શ્રીરામના શરણે, અયોધ્યાને લઈ કરી મોટી જાહેરાત

Social Share

દિલ્હીઃ આગામી વર્ષે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલએ આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવાની કવાયત શરૂ કરી છે અને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખશે. દરમિયાન અરવિંદ કેજરિવાલ પણ હિન્દુત્વ તરફ આગળ વધી રહ્યાં હોય તેમ તેઓ ભગવાન શ્રી રામજીની જન્મભૂમિ અયોધ્યાની શરણે પહોંચ્યા છે. બે દિવસના અયોધ્યાના પ્રવાસે આવેલી કેજરિવાલે હનુમાનગઢી અને રામલલાના દર્શન કરીને જીતના આર્શીવાદ માંગ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2022માં ઉત્તરપ્રદેશમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે તો ઉત્તરપ્રદેશની જનતાને ફ્રીમાં અયોધ્યા દર્શન કરાવવામાં આવશે. દિલ્હીમાં એક યોજના ચાલી રહી છે જેનું નામ મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના છે. આ યોજના હેઠળ વૈષ્ણદેવી, શિરડી, પુરી અને હરિદ્વાર સહિતના ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવામાં આવે છે. હવે આ યોજનામાં અયોધ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે. જેથી ઉત્તરપ્રદેશવાસીઓ સરળતાથી અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરી શકે.

તેમણે ભગવાન શ્રી રામના દર્શન બાદ કહ્યું કે, ભગવાન પાસે બે વસ્તુઓ માંગી છે. દેશમાં સુખ-શાંતિ અને વિકાસ, તથા વધારેમાં વધારે લોકોને અયોધ્યામાં ભગવાનના દર્શન કરાવી શકું. અરવિંદ કેજરિવાલ સરયુ ઘાટ ગયા હતાં. જ્યાં મહંત દિલીપદાસ સહિતના સંતોના આર્શિવાદ લીધા હતા. આ ઉપરાંત સરયૂની મહાઆરતીમાં પણ તેમણે ભાગ લીધો હતો. નિર્વાણી અની અખડાના શ્રીમહંત ધર્મદાસજીના પણ તેમણે આર્શિવાદ લીધા હતા.

(વધારે અને સરળતાથી રિવોઈ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ) 

https://play.google.com/store/apps/details?id=com.revoinews