Site icon Revoi.in

કોવિડથી બચવા ગાયના છાણનો ઉપયોગ આરોગ્ય માટે હાનિકારકઃ તબીબોનો મત

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થતા લોકો ભયભીત થઈ ગયા છે. તેમજ કોરોનાથી બચવા માટે વિવિધ ઘરેલુ નુસખા અપનાવી રહ્યાં છે. હવે લોકો કોરોનાથી બચવા માટે ગાયના છાણનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. આ અંગે તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ આ પદ્ધતિથી સારવાર કોરોના પીડિતના આરોગ્યને નુકશાન કરે તેવી શકયતાઓ વ્યક્ત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા માનવામાં આવે છે. તેમજ ગૌમૂત્ર અને દૂધનું ધાર્મિક મહત્વ છે. તેમજ ગાયનું છાણ પણ બેકટેરીયાને નાશ કરતા હોવાનું લોકો માને છે. જેથી ગ્રામીણ વિસ્તારમાં આજે પણ અનેક ઘરમાં લોકો ગાયના છાણથી લીંપણ કરે છે. હાલ સમગ્ર દેશમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. બીજી તરફ લોકો કોરોનાથી બચવા માટે ગાયના છાણનો ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરોના મતે કોરોનાને રોકવા માટે છાણના ઉપયોગથી લોકોને બીજા રોગ થવાની સંભાવના છે. કોરોનાને રોકવામાં ગાયના છાણ મદદરૂપ થઈ શકે છે તેવુ વિજ્ઞાનમાં કોઈ પ્રમાણ નથી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર જે.એ.જયલાલના જણાવ્યા અનુસાર, આ પ્રકારની વસ્તુના ઉપયોગથી સ્વાસ્થ્યને જોખમ છે. તેમનામાં અન્ય રોગ પશુથી મનુષ્યોમાં ફેલાઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કેસ વધતા લોકોમાં ભય ફેલાયો છે. તેમજ કોવિડથી બચવા માટે વિવિધ ઘરેલુ નુસકા અપનાવી રહ્યાં છે. બીજી તરફ સરકાર કોરોનાને ડામવા માટે રસીકરણ અભિયાન ચલાવી રહી છે.