Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ મુખ્તાર અન્સારીના શૂટર શોએબની અજાણ્યા શખ્સોએ કરી હત્યા

Social Share

લખનૌ, 13 ફેબ્રુઆરી 2026: ઉત્તરપ્રદેશના બારાબંકીમાં કુખ્યાત ગેંગસ્ટર મુખ્તાર અન્સારીના શૂટર શોએબ કિદવઈ ઉર્ફે બોબી પર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને તેની હત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો. ગોળીબારમાં ઘયાલેલા શોએબને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત થયું હતું. લખનૌ-અયોધ્યા હાઈવે પર આ ઘટના સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શોએબ શુક્રવારે બપોરના સમયે લખનૌથી પોતાના ઘર તરફ થઈ રહ્યો હતો. તેની કામ દેવા રોડ સ્થિત અસેની વળાંસ પાસે પહોંચી ત્યારે કેટલાક અજાણ્યા શખ્સઓ કારને અટકાવીને ચારેય તરફથી ઘેરી લીધી હતી તેમજ પોતાની પાસેની રિવોલ્વરથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. નજરે જોનાર લોકોના જણાવ્યા અનુસાર લગભગ 10થી 15 રાઉન્ડ જેટલુ ફાયરિંગ થયું છે. તેમજ બનાવને પગલે નાસભાગ મચી ગઈ હતી. ગોળીબારથી શોએબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

આ બનાવને પલગે સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત બોબીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે હુમલાખોરોની ઓળખ મેળવવા માટે આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા તપાસવાનું શરૂ કર્યું છે.

શોએબનું નામ ચકચારી જેલર હત્યાકાંડ સહિતના ગુનામાં સંડોવાયેલો છે. પોલીસ રિપોર્ટ અનુસાર, તે લાંબા સમયથી મુખ્તાર અન્સારી ગેંગ સાથે જોડાયેલો હતો. તેમજ લોકો તેને શાર્પશૂટર તરીકે ઓળખથા હતા. સમગ્ર ઘટનાની તપાસ માટે પોલીસ ટીમ બનાવવામાં આવશે. એફએસએલની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પોલીસ તપાસ સાથે જોડાઈ હતી.

આ પણ વાંચોઃ T20 વર્લ્ડકપ 2026નો પ્રથમ મોટો અપસેટ: ઝિમ્બાબ્વે સામે ઓસ્ટ્રેલિયા હાર્યું

Exit mobile version