Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ: સચિન પાયલોટે કેન્દ્ર અને યોગી સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા સચિન પાયલોટ લખનૌના પ્રવાસે ગયા છે. જ્યાં તેમણે કહ્યું હતું કે, દેશમાં ભ્રમિત કરવા માટે 1.76 લાખ કરોડના સ્પેક્ટ્રમ કૌભાંડનું ફરી ધુણવા લાગ્યું છે. જ્યારે પૂર્વ સીએજી વિનોદ રાયે એફિડેવીટ દાખલ કરીને કહ્યું હતું કે, સંજય નિરૂપમએ ક્યારેય નથી કહ્યું કે, આ પ્રકરણમાં પૂર્વ પીએમ મનમોહન સિંહનું નામ સામેલ ના કરે, હવે વિનોદ રાયે પોતાના જુઠને લેખીતમાં સ્વીકારી લીધું છે અને તેમણે જનતાની માફી માંગવી જોઈએ.

કોંગ્રેસ કાર્યાલયમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મનમોહન સિંહ એક ઈમાનદાર વ્યક્તિત્વ છે. આ મામલો મનમોહન સરકારને બદનામ કરવા માટે ભાજપ દ્વારા સુનિયોજીત કાવતરુ ઘડાયું છે. જેની ઉપરથી હવે પડદો ઉઠી ગયો છે. કથિત સ્પેક્ટ્રમ કૌભાંડના સમયે દૂર સંચાર મંત્રી રહી ચૂકેલા સચિન પાયલટએ કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તેમજ કહ્યું હતું કે, ભાજપ સમાજમાં ભાગલા પાડવાનું કામ કરે છે. જનતા આ નીતિથી છુટકારો મેળવવા માંગે છે. દેશની જનતા મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે એક વર્ષથી કાળા કૃષિ કાયદાનો ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. જેથી જનતા બદલાવ જોવા માંગે છે. ઉત્તરપ્રદેશમાં આ વખતે સત્તા પરિવર્તન થશે. પ્રિયંકા ગાંધીની રેલીઓમાં જે રીતે લોકો ઉમટી રહ્યાં છે આ બદલાવનું પ્રતિક છે. ગોરખપુરમાં થયેલી રેલી પરથી તે સ્પષ્ટ થાય છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ક્યારેક કોઈ 2જી કૌભાંડ થયું નથી. આમ જેણે આરોપ લગાવ્યો હતો તે વિનોદ રાયે કોર્ટમાં રજૂ કરેલા સોંદગનામામાં સ્વીકાર્યું છે. જેથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ માત્ર ચૂંટણી જીત માટે પ્રોપોગંડા ફેલાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકાર અને તેમની પોલીસ કાનૂની દાયરાની બહાર કામ કરવાની આદત પડી ગઈ છે. અમે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂરી તાકાતથી લડીશું. આવનારો સમય કોંગ્રેસનો છે.