Site icon Revoi.in

ચિંતા અને તણાવને દૂર કરવામાં વિટામિન ડી નો મહત્વનો ફાળો, આ રીતે સુધારે છે તમારું માનસિક સ્વાસ્થ્ય

Social Share

વિટામિન ડી ની કમીથી મુંઝવણ અને તણાવની મુશ્કેલીઓ થાય છે. એવામાં તમારા આહારમાં એવા ફળોનો સમાવેશ કરો જેનાથી તમારા શરીરને વિપુલ પ્રમાણમાં વિટામિન મળી શકે.

Vitamin D deficiency:

જો તમે તણાવ અને ચિંતામાં રહો છો, તો તેનું કારણ વિટામિન હોય શકે. આપણા શરીરમાં વિટામિનની કમીથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધીત બીમારીઓ શરૂ થાય છે. મુંજવણ અને તણાવની મુશ્કેલી વિટામિન ડીની કમીથી થાય છે. એવામાં તમે તમારા આહારમાં એવા ફળોનો સમાવેશ કરો કે જે ભરપુર પ્રમાણમાં વિટામિન ડી મળી શકે.

વિટામિન ડીનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. તેનાથી તમારા શરીરને ભરપુર પ્રમાણમાં પોષણ મળે છે. તેમજ ઈંડા અને દૂધમાં પણ વિટામિન ડી હોય છે. આ પણ વિટામિન ડીની ભરપાઈ કરે છે, સેલ્મન માછલી પણ વિટામિન ડીનો સારો સ્ત્રોત હોય છે. ટ્યૂના માછલી પણ વિટામિન ડીનો સારો સ્ત્રોત હોય છે.

વિટામિનની કમીથી માનસિક સ્વાસ્થ્ય બગડે છે, તેમજ હાડકા નબળા પડી જાય છે. આ હિસાબથી જ વિટામિન ડી શરીર માટે ખુબ જરૂરી છે. વિટામિન ડીની પરિપૂર્ણતા માટે મશરૂમ પણ શ્રેષ્ઠ છે. સોયા દૂધ તમારા શરીરને વિપુલ પ્રમાણમાં વિટામિન ડી આપશે.

વિટામિન ડીની કમી થી આંખોનો પ્રકાશ નબળો પડી જાય છે. ચાલવા-ફરવામાં પરેશાની થાય છે. એટલે જ લોકો વિટામિન ડીને ડાયટમાં રાખે છે.