રિવોઈ ન્યૂઝ, 4 જુલાઈ, 2026 – શું રામ મંદિરમાં દાનની ચોરીનો મામલો આયોજિત હતો? આ પ્રશ્ન થવાનું કારણ એ છે કે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ અંગે આંકડા સહિત દાવો કરવામાં આવ્યો છે.
આ વાયરલ વીડિયોમાં જણાવ્યા અનુસાર દાન-ચોરી કેસના મુખ્ય આરોપીઓ પૈકી એક ટિન્નુ યાદવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનું જ પ્યાદું છે.
સ્માર્ટ4ભારત નામના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર જારી કરાયેલા આ વીડિયોમાં એક વ્યક્તિ દાવો કરે છે કે, ટિન્નુ યાદવે છેલ્લા બે-અઢી વર્ષમાં અર્થાત રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી અત્યાર સુધીમાં અખિલેશ યાદવ સાથે કુલ 980 વખત ફોન ઉપર વાત કરી છે.
વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ટિન્નુ યાદવ લગભગ દરરોજ અખિલેશ યાદવના સંપર્કમાં રહેતો હતો અને જે દિવસે અખિલેશ યાદવે રામ મંદિરના દાનની ચોરીનો આક્ષેપ જાહેરમાં કર્યો એ દિવસે તો ટિન્નુ યાદવે અખિલેશ સાથે ત્રણ વખત ફોન ઉપર વાત કરી હતી.
જુઓ વીડિયોઃ
Ram Mandir theft PLANNED by Samajwadi Party❓
Aaccused Tinnu Yadav has a record of calling Akhilesh Yadav 900+ times in the last two & a half years.
Tinnu Yadav also spoke to #AkhileshYadav on the day the donation theft came to light.
This should be Investigated❗️#RamMandir… pic.twitter.com/urptCSt48G
— SMaRT (@SMaRT4Bharat) July 4, 2026
દાવા મુજબ ટિન્નુ યાદવના ફોન કોલ્સની વિગતો કાઢવામાં આવી છે અને તેના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમાજવાદી પક્ષના વડા સાથે સતત સંપર્કમાં હતો.
વીડિયો બનાવનાર વ્યક્તિએ એવો પણ દાવો કર્યો છે કે, ટિન્નુ અને અખિલેશ વચ્ચેની 980 વખત થયેલી વાતચીતનો રેકોર્ડ જાહેર થઈ ચૂક્યો છે અને હવે તપાસકર્તાઓએ આ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ખાસ નોંધઃ આ અહેવાલ સોશિયલ મીડિયા પોસ્ટને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને રિવોઈ દ્વારા વીડિયોની અધિકૃતતા સાબિત થયાનો દાવો કરવામાં આવતો નથી.

