Site icon Revoi.in

અમે પીઓકેને આઝાદ કરાવવા તૈયાર, સરકારના આદેશની જોઈ રહ્યાં છે રાહઃ ભારતીય સેના

Social Share

નવી દિલ્હીઃ ભારતીય સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કરવા માટે તૈયાર છે. આ માટે માત્ર સરકારના આદેશની રાહ જોઈ રહી છે. તેમ સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું. તાજેતરમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના એક નિવેદનમાં PoKને પરત લેવાની વાત કરી હતી. રક્ષા મંત્રીના નિવેદન પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્રએ કહ્યું કે તેઓ સરકારના આદેશની રાહ જોઈ રહ્યા છે.

લેફ્ટનન્ટ જનરલે કહ્યું, “જ્યાં સુધી ભારતીય સેનાનો સંબંધ છે, તે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા કોઈપણ આદેશનું પાલન કરશે. જ્યારે પણ આવા આદેશો આપવામાં આવશે, અમે હંમેશા તેના માટે તૈયાર રહીશું.” ઉત્તરી આર્મી કમાન્ડરે કહ્યું કે, ભારત સીમા પારના આતંકવાદને ઘણી હદ સુધી નિયંત્રિત કરવામાં સક્ષમ છે. તેમણે એમ પણ કહ્યું કે કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરમાં ઘણો બદલાવ આવ્યો છે. રાજ્યમાં આતંકવાદ પર અંકુશ લગાવવામાં આવ્યો છે. ભારતીય સેના સરકારના દરેક આદેશ પુરા કરવા તૈયાર છે. સરકાર જ્યારે પણ આદેશ આપશે ત્યારે ભારતીય સેના પોતાની તૈયારીઓ સાથે આગળ વધશે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર મોટું નિવેદન આપતા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, “પીઓકેના વિષય પર ઠરાવ સંસદમાં પસાર કરવામાં આવ્યો છે. તેમાં કંઈ નવું નથી. તે સંસદના ઠરાવનો ભાગ છે. ભારતીય સેના સરકારના દરેક આદેશ પુરા કરવા તૈયાર છું. સરકાર જ્યારે પણ આદેશ આપશે ત્યારે ભારતીય સેના પોતાની તૈયારીઓ સાથે આગળ વધશે. ચિનાર કોર્પ્સ કમાન્ડરે કહ્યું કે જ્યારે પણ આવો નિર્ણય લેવામાં આવે છે અથવા સેનાને આવો આદેશ આપવામાં આવે છે, ત્યારે ભારતીય સેના તેના પર કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

આ પહેલીવાર નથી કે જ્યારે સેનાએ પીઓકેને પરત લેવાનો ઈરાદો વ્યક્ત કર્યો હોય. અગાઉ, રાજનાથ સિંહના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા, ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઓજલાએ કહ્યું હતું કે ભારતીય દળો હંમેશા તૈયાર છે. એકવાર પીઓકે કબજે કરવાનો આદેશ બાદ અમે પાછું વળીને જોઈશું નહીં.

(PHOTO-FILE)