Site icon Revoi.in

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી : પીએમ મોદીએ મતદાન કરવા લોકોને 4 ભાષામાં કરી અપીલ

Social Share

કલકતા : દેશના પાંચ ચૂંટણી રાજ્યોમાં આજે મતદાન થઇ રહ્યું છે. આમાં પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે.એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તમામ રાજ્યોના મતદારોને રેકોર્ડ મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે લોકોને બાંગ્લા, મલયાલમ, તમિલ અને અંગ્રેજીમાં ટ્વિટ કરીને મત આપવા કહ્યું છે.

તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યોજાઈ રહી છે. હું આ સ્થાનોના લોકોને રેકોર્ડ સંખ્યામાં ખાસ કરીને યુવા મતદારોને મત આપવા વિનંતી કરું છું.

જયારે આસામમાં છેલ્લા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં આજે એટલે કે એક જ તબક્કામાં મતદાન સમાપ્ત થશે. કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરીની તમામ 30 બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે.

પશ્ચિમ બંગાળની 31 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. લગભગ 78 લાખ 52 હજાર 425 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે,જ્યારે 205 ઉમેદવારો મેદાનમાં છે. આસામના ત્રીજા અને અંતિમ તબક્કામાં કુલ 40 મતવિસ્તારમાં મતદાન ચાલી રહ્યું છે. તેમાં 337 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 12 ઉમેદવાર મહિલા અને 325 પુરુષ ઉમેદવારો છે.

આ સિવાય કેરળમાં 2.74 કરોડ મતદાતા રાજ્ય વિધાનસભાની 140 સીટો માટે ચૂંટણી મેદાનમાં ઉતરેલા 957 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. તો, તમિલનાડુમાં 3,998 ઉમેદવારો અને પુડુચેરીમાં 324 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

દેવાંશી