Site icon Revoi.in

પશ્ચિમ બંગાળઃ તૃણમૂલ કોંગ્રેસના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો મિથુન ચક્રવર્તીનો દાવો

Social Share

નવી દિલ્હીઃ ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા બંગાળની રાજનીતિમાં પ્રવેશેલા મિથુન ચક્રવર્તીએ મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ટીએમસીના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, 21 ધારાસભ્યો મારા સીધા સંપર્કમાં છે. ભાજપના નેતા મિથુન ચક્રવતીએ ટીએમસી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

મિથુન ચક્રવર્તીએ કહ્યું, તૃણમૂલના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. તેમાંથી 21 મારા સીધા સંપર્કમાં છે. ‘જ્યારે હું બોમ્બેમાં હતો. એક સવારે હું જાગ્યો અને સાંભળ્યું કે ભાજપ શિવસેનાની સરકાર બનાવશે. જો મહારાષ્ટ્રમાં થઈ શકે તો અહીં કેમ ન થઈ શકે?’ જો કે, જો મિથુનના દાવાને સાચા માની લેવામાં આવે તો પણ ટીએમસીના 38 ધારાસભ્યો ભાજપમાં જોડાય તો પણ સરકાર નહીં બને. ભાજપ પાસે હાલમાં રાજ્યમાં 69 ધારાસભ્યો છે અને વધુ 38 ધારાસભ્યો મળ્યા બાદ આ આંકડો 107 થઈ જશે.

મિથુન ચક્રવર્તીએ કહ્યું કે, TMC નેતાઓનો અર્થ ચોર છે. લોકો તેમને મત આપીને લાવ્યા હતા. પરંતુ હવે રાજ્યમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે ભગવાન જ બચાવી શકે છે.

મિથુને એમ પણ કહ્યું, કે બીજેપી વિરુદ્ધ વિવિધ પ્રકારના પ્રચાર કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ તોફાનો કરાવે છે અને મુસ્લિમો પસંદ નથી. આ એક ષડયંત્રના ભાગરૂપે ફેલાવવામાં આવી રહ્યું છે. ભાજપે છેલ્લા 1 વર્ષમાં ક્યાં તોફાન કર્યો છે તે બતાવો. દેશના 18 રાજ્યોમાં ભાજપ સત્તા પર છે. જો ભાજપને મુસ્લિમ પસંદ ના હોય તો 3 સૌથી મેગાસ્ટાર મુસ્લિમ કેવી રીતે હોઈ શકે ?