Site icon Revoi.in

ડાયાબિટીસના દર્દીઓને વજન કંટ્રોલમાં રાખવું કેમ છે મુશ્કેલ? જાણો

Social Share

શરીર માટે ગ્લૂકોઝ જરૂરી છે કેમ કે તેનાથી સ્નાયુઓ અને પેશીઓના પ્રોડક્શનમાં મદદ કરે છે. આ મગજ માટે પણ ખુબ જરૂરી છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રહે એના માટે જૂરરી છે કે તમારી ડાઈટ અને લાઈફસ્ટાઈલને સારી રીતે બેલેન્સ કરો.

ડાયાબિટીસના દર્દીને તેની જીવનશૈલીમાં બેલેંન્સ રાખવું ખૂબ જરૂરી છે.તેની હેલ્થ પર ખરાબ અસર પડે છે. ડાયાબિટીસના દર્દી માટે વજન કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ છે. વ્યક્તિને ડાયાબિટીસ હોય છે, ત્યારે શરૂઆતમાં વજન ઝડપથી ઘટે છે. અને પછીથી તે વધવા લાગે છે. થોડા સમય પછી, ડાયાબિટીસના દર્દીઓ માટે વજન કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

જે લોકોને ડાયાબિટીસ ખુબ વધારે વધી છે તેમને ઇન્સ્યુલિનની જરૂર છે. ઇન્સ્યુલિન ગ્રોથ હોર્મોન વ્યક્તિના વજનને અસર કરે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓ તેમના વજનને કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ છે. ડાયાબિટીસના દર્દીઓ વજન ઘટાડી શકે છે પણ તેમણે સારી ડાઈટ અને લાઈફસ્ટાઈલ ફોલો કરવી પડશે.

ટાઇપ 1 ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય સમયે ઇન્સ્યુલિન લેવું, કેટલું ઇન્સ્યુલિન લેવું અને કયા સમયે લેવું તે નક્કી કરવું સૌથી જરૂરી છે. તેને યોગ્ય રીતે સેટ કરો. કામ કે ટ્રીટમેન્ટમાં થોડી પણ લાપરવાહી થઈ તો. વજન વધવાનું રિસ્ક વધી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓને હંમેશા બેલેંન્સ ડાઈટ લેવી. તમારો ખોરાક સારો હશે તો બીજા રોગોનું જોખમ ઘટી જશે. ડાયાબિટીસના દર્દીને કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ખાસ વાતનું ધ્યાન રાખો.

ડાયાબિટીસના દર્દી માટે ફિજિકલ એક્ટિવ રહેવું ખૂબ જરૂરી છે. તેઓએ દરરોજ કસરત કરવી જોઈએ. જેથી તે ફ્રેશ ફિલ કરે. એવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જે તેમના હેલ્થ માટે રિસ્ક હોય.