Site icon Revoi.in

વિશ્વ આરોગ્ય દિવસઃ વિશ્વની 30 ટકા વસ્તી પાસે મૂળભૂત આરોગ્ય સંભાળની ઍક્સેસનો અભાવ

Social Share

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા દર વર્ષે 07 એપ્રિલના રોજ ‘વિશ્વ આરોગ્ય દિવસ’ એક વિશેષ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના દરેક વ્યક્તિને રોગો અને સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવાનો છે. સમગ્ર વિશ્વ આ વર્ષે 74મો વિશ્વ આરોગ્ય દિવસ ‘માય હેલ્થ, માય રાઇટ્સ’ થીમ સાથે ઉજવી રહ્યું છે.

વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી WHO દ્વારા 7 એપ્રિલ 1950 ના રોજ કરવામાં આવી હતી. WHOની સ્થાપના સાથે વિશ્વ આરોગ્ય દિવસનો પાયો પણ 1948માં નાખવામાં આવ્યો હતો. હકીકતમાં તે સમયે લોકોના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને તેમને ગંભીર રોગોથી સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વના ઘણા દેશોએ સાથે મળીને વિશ્વભરમાં નક્કર કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અંતે વિશ્વ આરોગ્યનો પાયો નાખ્યાનાં 2 વર્ષ પછી 1950માં પ્રથમ આ દિવસ 07 એપ્રિલના રોજ ફરીથી ઉજવવામાં આવ્યો હતો.

‘WHO’ સંયુક્ત રાષ્ટ્રનો એક મહત્વપૂર્ણ ભાગ અને એક એવી સંસ્થા છે જે વિશ્વના તમામ દેશોની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પર પરસ્પર સહયોગ અને ધોરણો વિકસાવે છે. જેનું મુખ્ય કાર્ય વિશ્વભરની સ્વાસ્થ્ય સમસ્યાઓ પર નજર રાખવાનું અને તેને ઉકેલવામાં મદદ કરવાનું છે. આ સંસ્થા દ્વારા વિશ્વની દરેક વ્યક્તિ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણ સ્વસ્થ રહે તે માટેના પ્રયાસો કરવામાં આવે છે.

વિશ્વભરમાં બિન-સંચારી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે. જો કે ચિંતાનો વિષય એ છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં આરોગ્ય ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે. ત્યારે થોડાંક વર્ષોમાં હૃદયરોગ, ડાયાબિટીસ, ક્ષય, સ્થૂળતા, તણાવ વગેરે જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઝડપથી વધી છે.

આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય ક્ષેત્રના પડકારો સતત વધી રહ્યા છે. જો કે છેલ્લાં કેટલાક દાયકાઓથી વિશ્વના તમામ દેશો આરોગ્યના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી રહ્યા છે. પરંતુ કોરોનાના સમયગાળા દરમિયાન અમેરિકા જેવો વિકસિત દેશ પણ લાચાર સ્થિતિમાં જોવા મળ્યો હતો અને જીવન જરૂરિયાતની વસ્તુઓની ભારે અછત હતી. ત્યારે આખી દુનિયાને સમજાયું કે લોકોને સ્વાસ્થ્ય સુવિધાઓ આપવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પોતે સ્વીકારે છે કે વિશ્વની ઓછામાં ઓછી અડધી વસ્તી હજુ પણ આવશ્યક આરોગ્ય સેવાઓ સુધી પહોંચતી નથી. વિશ્વભરમાં અબજો લોકો પાસે આરોગ્ય સંભાળની ઍક્સેસ નથી. એવા કરોડો લોકો છે જેમને ખોરાક, કપડાં અને આશ્રય અને આરોગ્ય સંભાળ જેવી મૂળભૂત જરૂરિયાતો વચ્ચે પસંદગી કરવાની ફરજ પડી છે.

વિશ્વની લગભગ 30% વસ્તી મૂળભૂત આરોગ્ય સંભાળની ઍક્સેસનો અભાવ ધરાવે છે અને લગભગ 2 અબજ લોકો આપત્તિજનક અથવા નબળા આરોગ્ય સંભાળ ખર્ચનો સામનો કરે છે. જેમાં અત્યંત અસમાનતાઓ છે જે અપ્રમાણસર રીતે સૌથી પ્રતિકૂળ સંજોગોમાં અસર કરે છે. જો કે, આરોગ્યનો અધિકાર એ મૂળભૂત માનવ અધિકાર છે, કે જેના હેઠળ દરેક વ્યક્તિને કોઈપણ નાણાકીય બોજ વિના, જ્યારે પણ જરૂર હોય ત્યારે આરોગ્ય સંભાળની ઍક્સેસ હોવી જોઈએ.