Site icon Revoi.in

યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2.0: હેલ્થ સેકટરને વધુ સુદ્રઢ બનાવા એપોલો હોસ્પિ.ના જોઈન્ટ MD સંગીતા રેડ્ડીનું આહવાન

Social Share

અમદાવાદઃ  યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2.0 ઈવેન્ટમાં એપોલો હોસ્પિટલના જોઈન્ટ MD સંગીતા રેડ્ડીએ સભાખંડમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા તેમણે ખાસ કરીને સ્વાસ્થ્ય પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે લાંબુ જીવન કરતા હેલ્ધી જીવન જીવવું જોઈએ.

‘યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2022’ નેશનલ સમિટનો શુભારંભ, કેડી હોસ્પિટલના ચેરમેન અદિત દેસાઈ અને યંગ ઈન્ડિયાના ચેરમેનનું સંબોધન

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે આજના સયમમાં અમેરિકા સ્ટડી કરવા જતા ભારતીયોને સમ્માન મળી રહ્યું છે, અને હવેનો સમય પણ બદલાયો છે.

ભારતના હેલ્થ સેક્ટરને લઈને તેમણે કહ્યું કે,ભારતમાં હાલ પણ 2.5 લાખ બેડની હોસ્પિટલોની જરુર છે. આ ઉપરાંત ભારતમાં હેલ્થ સેક્ટરને વધુ સારુ સજ્જ કરવા માટે હેલ્થ ઈન્સ્યોરન્સની રકમ સરળતાથી મળી રહે અને તેની સુવિધાઓ પણ સરળ બને તેવી વ્યવસ્થાની જરુર છે.

તેમણે પોતાના સંબોધનમાં વધુમાં ઉમેર્યું, કે આજે ભારતમાં  40 ટકા લોકો પાસે આયુષમાન ભારત હેલ્થકાર્ડ  છે, અંતમાં તેઓએ એમ પણ કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને સમયસર હેલ્થ ચેકઅપ કરવતા રહેવું જોઈએ.

યંગ ઈન્ડિયા પાર્થ બ્રેકર્સ 2.0 : અક્ષરધામના નિર્માણ અંગે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. કલામજીના સૂચનને બ્રહ્મવિહારી સ્વામીએ યાદ કર્યું