Site icon Revoi.in

એનઆઈએમસીજેમાં “મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન યોજાશે

Social Share

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) ખાતે આગામી બુધવારે, છ માર્ચના રોજ “મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. ઉદ્યોગ મંત્રીના અંગત સચિવ અને એડિશનલ કલેકટર પ્રદીપસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને મતદાન જાગૃતિ વિશે માહિતી આપશે. તેમ એનઆઈએમસીજેના નિયામક પ્રો.(ડૉ.) શિરીષ કાશીકરએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વિશેષ યુવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સંસ્થામાં પ્રથમવાર મતદાન કરનારા વિદ્યાર્થીઓને અચૂક મતદાન કરે તે માટે મતદાન શપથ લેવડાવવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા મતદાન ઝુંબેશ હેઠળ રીલ્સ,વિડીયો બનાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં ઇલેક્શન કમિશન દ્વારા આ અભિયાન માટે વિશેષ તૈયાર કરવામાં આવેલા વિડિયો, શોર્ટ ફિલ્મ વિદ્યાર્થીઓને બતાવવામાં આવશે. તેમજ સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત મતદાન જાગૃતિ સંદર્ભે તૈયાર કરાયેલી સામગ્રી જેવી કે ઇલેક્શન એટલાસ કોમિક બુક વગેરે વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ ઉપરાંત વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરીને તેનો યુવા મતદારો અને તેમના પરિવારજનો કઈ રીતે મતદાન અને ચૂંટણીલક્ષી માહિતી મેળવવા ઉપયોગ કરી શકે તેનું પણ નિદર્શન કરવામાં આવશે.