Site icon Revoi.in

રિંકુ સિંહ અને કે.એલ.રાહુલની પસંદગી નહીં કરવા મામલે શું કહ્યું અજીત અગરકરે, જાણો…

Social Share

નવી દિલ્હીઃ ટી20 વિશ્વ કપ માટે બીસીસીઆઈએ 30મી એપ્રિલના રોજ ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં કે.એલ.રાહુલને સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે રિંકુ સિંહને  રિઝર્વ રાખવામાં આવ્યો છે. દરમિયાન કેએલ રાહુલને ટીમમાં સ્થાન નહીં આપવા બાબતે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે જણાવ્યું હતું કે, કેએલ રાહુલ સારો ખેલાડી છે પરંતુ મને લાગે છે કે, પંત અને સંજુ હાલ સારુ રહી રહ્યાં છે અને બંને પુરી રીતે પરફેક્ટ છે, જેથી રાહુલને ટીમમાં સ્થાન નથી મળી શક્યું. મુખ્ય રીતે મધ્યમક્રમે બેસ્ટમેનનો વિકલ્પ શોધી રહ્યાં હતા અને તેમાં સંજુ અને પંત સારા વિકલ્પ છે. સંજુ કોઈ પણ ક્રમ ઉપર બેટીંગ કરી શકે છે.

રિંકુ સિંહ અંગે અગરકરે જણાવ્યું હતું કે, રિંકુની પસંદગી કરવી મુશ્કેલ હતું પરંતુ તેમની પસંદગીને મામલે તેમની કોઈ ભૂલ નથી. તે સતત સારુ પ્રદર્શન કરી રહ્યો છે. હાર્દિક પંડ્યા મામલે કહ્યું હતું કે, ઓલરાઉન્ડ તરીકે તે યોગ્ય વિકલ્પ છે. તેમની ફીટનેશ અમારા માટે મહત્વની છે, તેઓ મેદાનમાં જેવુ પ્રદર્શન કરે છે જેથી તેમનું કોઈ રિપ્લેસમેન્ટ ના હોય.

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટ કીપર), મોહમ્મદ સિરાઝ (રિઝર્વ તરીકે, શુભમન ગીલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાન)

Exit mobile version