Site icon Revoi.in

વરુણ ગાંધી માટે માતા મેનકા ગાંધી કરશે ત્યાગ!

Social Share

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની પીલીભીત, સહારનપુર અને મુરાદાબાદની બેઠકો પર પહેલા જ તબક્કામાં વોટિંગ થવાનું છે. તેમ છતાં હજી સુધી આ મહત્વની બેઠકો પર અત્યરા સુધી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની ઘોષણા કરી નથી તેમાં સૌથી મહત્વની અને ચર્ચિત બેઠક પીલીભીતની છે. આ બેઠક પરથી સંજય ગાંધીના પુત્ર વરુણ ગાંધી સાંસદ છે. તેમને લઈને અત્યાર સુધી સ્થિતિ સ્પષ્ટ નથી, પરંતુ તેમણે કેમ્પેન શરૂ કરી દીધું છે. આ સિવાય નામાંકન પત્ર પણ તેમણે ખરીદી લીદા છે. ચર્ચા છે કે જો ભાજપમાંથી તેમને ટિકિટ નહીં મળે, તો તેવી સ્થિતિમાં વરુણ ગાંધી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. આ સિવાય એક ચર્ચા એ પણ છે કે મેનકા ગાંધીએ ભાજપના નેતૃત્વ સાથે વાત કરી છે.

તેમણે કહ્યું છે કે જો વરુણ ગાંધીને મોકો મળી જાય છે, તો તેઓ પોતાની દાવેદારીને છોડી દેશે. જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી કે ભાજપનું આના પર શું વલણ હશે. પહેલા તબક્કા માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. તેવામાં આગામી એક અથવા બે દિવસમાં જ ભાજપની ત્રીજી યાદી આવી જશે, તેમાં પીલીભીતના ઉમેદવાર પર પણ સસ્પેન્શ સમાપ્ત થઈ જશે. તેના સિવાય પૂર્વ યુપીની કેસરગંજ લોકસભા બેઠક પર પણ સંશયની સ્થિતિ છે. અહીંથી બૃજભૂષણ શરણ સિંહ સાંસદ છે, જેઓ મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડનના આરોપોમાં ઘેરાયેલા હતા.

કહેવામાં આવે છે કે તેમના સ્થાન પર તેમના પુત્ર અથવા તેમના પત્નીને પાર્ટી ટિકિટ આપે તેવી શક્યતા છે. આ સપ્તાહે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હી ગયા હતા. તેમની પાર્ટી ચીફ જે. પી. નડ્ડા અને અમિત શાહ સાથે મુલાકાત થઈ હતી. તે દરમિયાન તેમની ગાઝિયાબાદ, બારાબંકી, મિર્ઝાપુર, મેરઠ, પ્રયાગરાજ, ગાઝીપુર , કાનપુર, બલિયા, દેવરિયા, રાયબરેલી મૈનપુરી, સહારનપુર, પીલીભીત અને સુલ્તાનપુર બેઠકને લઈને વાત થઈ. ભાજપ સૂત્રો મુજબ, પાર્ટી કેટલીક બેઠકો પર એટલા માટે પણ વિલંબ કરી રહી છે કે પહેલા વિપક્ષી દળોની રણનીતિને જોઈ લેવામાં આવે કે તેમના તરફથી કોને ચહેરો બનાવાય છે. મહત્વપૂર્ણ છે કે બિહારની પણ 4 બેઠકો પર પહેલા જ તબક્કામાં મતદાન થવાનું છે. આ બેઠકોમાં ગયા, જમુઈ, ઔરંગાબાદ અને નવાદા સામેલ છે. ભાજપે આમાંથી ગયા અને જમુઈ બેઠકને હિંદુસ્તાન આવામ મોરચો અને એલજેપી માટે છોડી છે. તેવામાં આ બે બેઠકો પર નામ ઘોષિત કરવાના છે. ઔરંગાબાદથી તેમના સાંસદ સુશીલ સિંહે પહેલા જ કેમ્પેન શરૂ કર્યું છે. તેઓ 23 માર્ચે નામાંકન પણ દાખલ કરશે. મહત્વપૂર્ણ છે કે તમિલનાડુની 39 બેઠકો પર પણ પહેલા રાઉન્ડમાં વોટિંગ થવાનું છે. પરંતુ હજી સુધી ભાજપે કોઈ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.