Site icon Revoi.in

હવાઈ સેવાઃ મે મહિનાની સરખામણીમાં પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકાનો વધારો

Social Share

મુંબઈઃ ભારતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતા જ અનલોકનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પરિવહન સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વેપાર-ધંધા ફરીથી ચાલુ થઈ ગયા છે. જેથી હવાઈ સેવાને પણ ફાયદો થયો છે. હવાઈ સેવામાં એક મહિનાના સમયગાળામાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર જૂનમાં હવાઈ મુસાફરોની સંખ્યા 29-30 લાખ હોવાનો અંદાજ છે. જે મે મહિનામાં 19.8 લાખ કરતા 41-42 ટકા વધારે છે. સ્થાનિક પેસેન્જર ટ્રાફિક આ વર્ષે જૂનમાં 29-30 લાખ જેટલો રહ્યો હતો. જ્યારે મેમાં તે લગભગ 19.8 લાખ રહ્યું હતું. સરકારના આદેશ અનુસાર મે મહિનામાં એરલાઇન્સની ક્ષમતા 80 ટકાથી ઘટાડીને 50 ટકા કરી દેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં કોવિડ ગાઈડલાઈન અનુસાર હવાઈસેવાઓ ફરીથી શરૂ થઈ છે. બીજી તરફ વિવિધ એરલાઇન્સ દ્વારા પણ મેની તુલનામાં જૂનમાં ઉપલબ્ધ સીટની સંખ્યામાં લગભગ 14-15 ટકાનો વધારો કર્યો છે. એટલું જ નહીં ગયા વર્ષે જૂનની સરકામણીમાં બેઠકની ક્ષમતા 46 ટકા વધી હોવાનું જાણવા મળે છે. રિપોર્ટ અનુસાર, જૂન 2021માં દરરોજ સરેરાશ આશરે 1,100 ફ્લાઇટ્સ રવાના થઈ હતી. ગયા વર્ષે જૂનમાં આ સંખ્યા 700 હતી અને આ વર્ષે મે મહિનામાં 900 હતી. જો કે, એપ્રિલ 2021માં આ 2,000 ફ્લાઇટની સંખ્યા હતી. મે મહિનામાં દરેક ફ્લાઇટમાં લગભગ 77 મુસાફરો યાત્રા કરી હતી. જૂનમાં આ આંકડો વધીને 94 થયો હતો. જૂનમાં ઉડ્ડયન ક્ષેત્રે માંગમાં થોડો સુધારો થયો છે.