Site icon Revoi.in

પીએમ મોદીની FB પોસ્ટ ડીલીટ કર્યા બાદ મેટાને ભાન થતાં માફી માગીને રિસ્ટોર કરી

After deleting PM Modi's FB post, Meta realized and apologized and restored it

After deleting PM Modi's FB post, Meta realized and apologized and restored it

Social Share

નવી દિલ્હી, 28 જુલાઈ, 2026 – મેટાએ ફરી એક વખત ભારત સરકાર વિરોધી વલણ અખત્યાર કર્યું હોય એવું જણાય છે. સૌ જાણે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીટ પેપર લીકના મુદ્દા પર દેશના યુવાનોને સંબોધિત કર્યા હતા અને એક સેલ્ફી વીડિયો પોસ્ટ કર્યો હતો જેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જોકે, આ વીડિયોને મેટાએ ફેસબુક પરથી હટાવી દીધો હતો. જ્યારે લોકોનું ધ્યાન ગયું ત્યારે વીડિયો હટાવવાને લઈને હોબાળો મચી ગયો. આ સમગ્ર વિવાદ પર હવે મેટાએ નિવેદન બહાર પાડ્યું છે અને માફી માંગી છે.

મેટાની બદમાશી અને બચાવઃ શું જણાવ્યું?

મેટાએ ફેસબુક પર PM મોદીનો વીડિયો બ્લોક કરવામાં આવ્યા અંગે નિવેદન બહાર પાડ્યું છે. મેટાના પ્રવક્તાએ જણાવ્યું કે, “તે કન્ટેન્ટ ભૂલથી હટાવી દેવામાં આવ્યું હતું અને હવે તેને પુનઃસ્થાપિત (રિસ્ટોર) કરી દેવામાં આવ્યું છે.” સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, સરકારે આ ઘટનાની નોંધ લીધી છે અને મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. સરકાર આ મામલે તપાસ કરી રહી છે અને મેટાના અધિકારીઓ પાસેથી જવાબ પણ માંગવામાં આવ્યો છે.

પીએમ મોદીએ વિડીયોમાં શું કહ્યું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 જુલાઈના રોજ મોડી રાત્રે દેશના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા એક વીડિયો પોસ્ટ કર્યો હતો. પીએમ મોદીનો આ વીડિયો Instagram પર ઝડપથી વાયરલ થયો હતો અને તેણે 24 કલાકની અંદર સૌથી વધુ વ્યુઝનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. આ વીડિયોમાં પીએમ મોદીએ કહ્યું હતું- “પેપર લીક એ કોઈ સામાન્ય વિષય નથી.

લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ ખૂબ જ પીડાસ્પદ છે. પેપર લીકને લઈને અનેક પગલાં લેવામાં આવ્યા. ગુનેગારોને પકડવામાં આવ્યા છે. તેઓ જેલમાં બંધ છે. આપણી સૌથી મહત્વની જવાબદારી એ હતી કે વિદ્યાર્થીઓનું એક વર્ષ બગાડ ન થાય. તાત્કાલિક પરીક્ષાઓ યોજવી ખૂબ જ જરૂરી હતી. સરકારે અત્યારે પૂરી શક્તિનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા સમયમાં 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ જાય તેવી વ્યવસ્થા કરી અને હજુ પાંચ-છ દિવસ પહેલા 19 તારીખે પરિણામ પણ આવી ગયું.

દેશભરમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની ખુશીના સમાચાર પણ આવી રહ્યા છે, પરંતુ આપણે ત્યાંથી સંતોષ માની લેનારા લોકોમાંથી નથી.” પીએમ મોદીના નિર્દેશ પર સંસદમાં એન્ટી પેપર લીક બિલ પણ લાવવામાં આવ્યું છે જેમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના અને કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.

Exit mobile version