Site icon Revoi.in

એર માર્શલ તેજપાલસિંહે ડેપ્યુટી ચીફ ઑફ એર સ્ટાફનો પદભાર સંભાળ્યો

Air Marshal Tejpal Singh takes charge as Deputy Chief of Air Staff

Air Marshal Tejpal Singh takes charge as Deputy Chief of Air Staff

Social Share

નવી દિલ્હી, 01 ઓગસ્ટ, 2026એર માર્શલ તેજપાલ સિંહ AVSM VM એ 01 ઓગસ્ટ, 2026 ના રોજ ડેપ્યુટી ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકેનો પદભાર સંભાળ્યો. આ પ્રસંગે તેમણે નેશનલ વોર મેમોરિયલ ખાતે પુષ્પચક્ર અર્પણ કર્યું હતું અને દેશની સેવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા/અવસાન પામેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

16 જૂન, 1990ના રોજ ફાઇટર પાઇલટ તરીકે કમિશન મેળવનાર એર માર્શલ પાસે 3,500 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. તેઓ કેટેગરી ‘A’ ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર અને એક એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાઇલટ છે. એર માર્શલે ભારતીય વાયુસેનામાં અગત્યના ઓપરેશનલ, કમાન્ડ અને સ્ટાફ હોદ્દાઓ સંભાળ્યા છે.

તેમની ઉત્કૃષ્ટ સેવાઓની પ્રશંસા રૂપે, ભારતના આદરણીય રાષ્ટ્રપતિ દ્વારા એર માર્શલને જાન્યુઆરી 2011માં વાયુસેના મેડલ અને જાન્યુઆરી 2021માં અતિ વિશિષ્ટ સેવા મેડલથી નવાજવામાં આવ્યા હતા.

દેશ માટે 39 વર્ષની ગૌરવપૂર્ણ અને વિશિષ્ટ સેવાઓ આપ્યા બાદ 31 Jul 26 ના રોજ નિવૃત્ત થયેલા એર માર્શલ અવધેશ કુમાર ભારતી SYSM AVSM VM ના સ્થાને એર માર્શલ તેજપાલ સિંહ ડેપ્યુટી ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો છે.

Exit mobile version