Site icon Revoi.in

નવા સંસદભવન અંગે NCP ના નેતા શરદ પવારના વિરોધ વચ્ચે અજિત પવારે વિપક્ષને આપ્યો આંચકો

Social Share

મુંબઈઃ નવા સંસદભવનની ઈમારતના ઉદઘાટનનો કોંગ્રેસ સહિત 21થી વધારે વિપક્ષી દળોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં એનસીપીના સુપ્રીમો શરદ પવારનો પણ સમાવેશ થાય છે. શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા અજિત પવારે વિપક્ષને આંચકો આપીને નવા સંસદભવનને સમર્થન જાહેર કર્યું છે. તેમજ દેશને નવા સંસદ ભવનની જરુર હોવાનો મત પણ વ્યક્ત કર્યો હતો.

અનેક વિપક્ષી દળોના વિરોધ વચ્ચે NCP નેતા અજિત પવારે નવી સંસદ ભવન અંગે કેન્દ્રની ભાજપ સરકારને સમર્થન આપ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું કે, દેશની વસ્તી જે 135 કરોડને પાર કરી રહી છે તેને ધ્યાનમાં રાખીને તેમનું પ્રતિનિધિત્વ કરનારા લોકોની સંખ્યા પણ વધશે. તેથી જ મને અંગત રીતે લાગે છે કે આ નવા સંસદ ભવનની જરૂર હતી.

તેમણે વધુમાં કહ્યું કે, કોરોના દરમિયાન પણ તે રેકોર્ડ સમયમાં બન્યું હતું. પવારે કહ્યું કે હવે આ નવા સંસદ ભવનમાં દરેકે બંધારણ પ્રમાણે કામ કરવું જોઈએ અને સામાન્ય લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, તમામ લોકોએ આમાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ.

અજિત પવારના આ નિવેદનની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે NCP એ પાર્ટીઓમાં સામેલ હતી જેણે નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો હતો. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા શરદ પવારે રવિવારે કહ્યું કે, નવા સંસદભવનના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ ધાર્મિક વિધિઓનું પ્રદર્શન દર્શાવે છે કે દેશને પછાત લઈ જવામાં આવી રહ્યો છે. 21 વિપક્ષી પાર્ટીઓએ નવા સંસદ ભવનનો બહિષ્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ સંસદના વડા હોવાથી આ ઈમારતનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ જાતે જ કરવું જોઈતું હતું, જ્યારે રાષ્ટ્રપતિને સમારંભમાં હાજરી આપવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, આમ કરીને કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ માટે ખતરો ઉભો કર્યો છે અને દેશના આદિવાસીઓનું અપમાન.