Site icon Revoi.in

અસમ: 12 મેએ મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ યોજાશે

Social Share

નવી દિલ્હી, 7 મે 2026: અસમમાં નવી સરકારના શપથગ્રહણ સમારોહ 12 મેના આયોજીત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ગુવાહાટીના ખાનાપારામાં વેટનરી ફિલ્ડમાં યોજાશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ તથા ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સામેલ થઈ શકે છે. તેમ રાજ્યના મુખ્ય સચિવ રવિ કોટાએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, સુરક્ષા અને તૈયારીઓને લઈને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક મળી હતી. જેમાં પોલીસ વડા સહિતના ઉચ્ચ અઘિકારીઓ સાથે સુરક્ષા, પ્રોટોકોલ સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ રાજ્યપાલને પોતાનું રાજીનામુ આપ્યું છે, પરંતુ તેમને કાર્યવાહક મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપા ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાને નિરીક્ષક અને નાયબ સિંહ સૈનીને સહ-નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ ચૂંટણીમાં એનડીએએ 126 બેઠકો પૈકી 102 બેઠક જીતીને ત્રીજીવાર સત્તા હાંસલ કરી છે. આ ચૂંટણીમાં ભાજપા અને તેમના સહયોગીઓને જંગી સમર્થન મળ્યું છે. બીજી તરફ કોંગ્રેસનું ભારે ધોવાણ થયું છે.

Exit mobile version