Site icon Revoi.in

મંદિરો, ગુરુદ્વારાઓ પર થઈ રહ્યા છે હુમલા, યુએનમાં કેનેડા અને પાકિસ્તાનને ભારતે એકસાથે ઘેર્યા

Social Share

યુએન: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈસ્લામોફોબિયા સામે લડવા માટેના પ્રસ્તાવ પર ચર્ચા દરમાયન ભારતે ખરીખરી સંભળાવી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોચે કહ્યું છે કે એવું નથી કે માત્ર અબ્રાહમિક ધર્મો સાથે જોડાયેલા લોકો અને ધાર્મિક સ્થાનોને ટાર્ગેટ કરાય રહ્યા છે. પરંતુ દુનિયાભરમાં મોટી સંખ્યામાં બૌદ્ધ મઠો, હિંદુઓના મંદિરો અને શીખોના ગુરુદ્વારાઓ પર પણ હુમલા થઈ રહ્યા છે. ભારતે ધાર્મિક આધાર પર થઈ રહેલા ભેદભાવની વાત કરતા કેનેડા અને પાકિસ્તાનની પોલ ખોલી છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં પાકિસ્તાન અને કેનેડામાં મોટી સંખ્યામાં મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે.

ઈસ્લામોફોબિયાનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય દિવસના પ્રસંગે એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો. આ પ્રસ્તાવના પક્ષમાં 115 દેશોએ વોટ કર્યા. તો 44 દેશ વોટિંગમાં હાજર ન હતા. ભારતે ઈસ્લામોફોબિયા સાથે તમામ ધર્મોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ભારત તમામ ધર્મો માટે ઉભું છે અને દરેક પ્રકારના ધાર્મિક ફોબિયાનો વિરોધ કરે છે.

રુચિરા કંબોજે કહ્યું છે કે હાલમાં એક રિલજનોફોબિયા છે, જેના હેઠળ ગુરુદ્વારા, બૌદ્ધ મઠો, મંદિરોને પણ નિશાન બનાવાય રહ્યા છે. ઘણાં દેશોમાં આ ધર્મોને ટાર્ગેટ કરાય રહ્યા છે, કે જેઓ અબ્રાહમિક રિલીઝનથી અલગ છે. પ્રમાણ જણાવે છે કે દશકાઓથી એન્ટી હિંદુ, એન્ટી શીખ અને એન્ટી બૌદ્ધ શક્તિઓ પણ એક્ટિવ છે. કંબેજે કહ્યું છે કે જો માત્ર ઈસ્લામોફોબિયાની સામે લડવા માટે જ પગલા ઉઠાવાય છે અને અન્ય ધર્મો પર થનારા હુમલાને અવગણવામાં આવે છે, તો આ સમાવેશી અને સમાન માની શકાય નહીં. તેમણે કહ્યુ છે કે અમે આશા કરીએ છીએ કે આજે જે પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, તેના હેઠળ તમામ ધર્મો પર થનારા અત્યાચારોને ધ્યાનમાં લેવામાં આવશે.

કંબોજે કહ્યું છે કે વિરોધ ચાહે હિંદુઓનો હોય અથવા તો પછી યહૂદીઓનો. આ ખોટું છે. તેમણે કહ્યું છે કે ઈસ્લામોફોબિયાના નામ પર જ ઉદાહરણ કાયમ કરવાની કોશિશ કરવી જોઈએ નહીં. તેનાથી યુએન એક ધાર્મિક જૂથોમાં વહેંચાય શકે છે. તેમણે કહ્યું છે કે ભારત વિવિધતાનું ચેમ્પિયન રહ્યું છે. વિશ્વભરમાં જે દેશોમાં પણ લોકો પર ધાર્મિક આધારે અત્યાચાર થયો. ભારતે તેમને શરણ આપ્યું છે. ભારતમાં ધાર્મિક આધારે અત્ચાચાર થયો નથી. ભારત સર્વધર્મ સમભાવમાં વિશ્વાસ ધરાવે છે. તેની અસર અમારા બંધારણમાં પણ દેખાય છે.