Site icon Revoi.in

કર્ણાટકમાં મુસ્લિમ અનામત પર પછાત વર્ગ પંચને વાંધો, કહ્યું-ઓબીસીનો છીનવાય રહ્યો છે હક

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસશાસિત કર્ણાટકમાં મુસ્લિમોને ઓબીસી કોટા હેઠળ અનામત આપવામાં આવ્યું છે. હવે કેન્દ્રીય પછાત વર્ગ પંચે આને લઈને સવાલ ઉઠાવ્યા છે. પંચે કહ્યું છે કે આખરે પછાત વર્ગ જાતિઓને મળનારું અનામત મજહબના આધારે કેવી રીતે આપી શકાય છે. પંચે જુલાઈ-2023માં ફીલ્ડ વિઝિટ કરી હતી અને કર્ણાટકની અનામત નીતિની વિગતવાર જાણકારી મેળવી હતી. તેના પછી તેણે આ વાંધો વ્યક્ત કર્યો છે. કર્ણાટકની અનામત નીતિ હેઠળ બેકવર્ડ ક્લાસને પાંચ શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવી છે  અને તેમને કુલ 32 ટકા કોટા અપાય છે.

આ નીતિ હેઠળ આખા મુસ્લિમ સમુદાયને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માનવામાં આવ્યો છે અને તેને આઈઆઈબી કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. આ નીતિ હેઠળ મુસ્લિમોની 17 બિરાદરીઓને અનામત અપાય રહ્યું છે. આ લોકોને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત ગણતા આ કોટા અપાય રહ્યો છે. પંચે કહ્યું છે કે જો આખા મુસ્લિમ સમુદાયને આઈઆઈબી કેટેગરી હેઠળ કોટા અપાય રહ્યો છે , તો અન્ય સમુદાયને બે અલગ શ્રેણીઓમાં અનામત કેમ અપાય રહ્યું છે. હકીકતમાં પછાત વર્ગને મળનારી અનામતની નીતિમાં સામાજીક અને શૈક્ષણિક પછાતપણાને આધાર માનવામાં આવે છે. તેવામાં મજહબના આધારે અનામતને લઈને સવાલ ઉઠી રહ્યા છે.

આ પહેલા પણ ઘણીવાર પછાત વર્ગ પંચે સવાલ ઉઠાવ્યો હતો કે મજહબના આદારે બેકવર્ડ કોટા આપવો જોઈએ નહીં. પંચે કહ્યું છે કે દર વર્ષે અનામત નીતિની સમીક્ષા થવી જોઈએ. પરંતુ કર્ણાટકમાં આવું થઈ રહ્યું નથી. પંચે કહ્યું છે કે ધર્મના આદારે અનામત આપવાથી સામાજીક ન્યાયની નીતિનો ભંગ થાય છે. સામાજીક અને શૈક્ષણિક પછાતપણાના આદારે કોટાની નીતિ છે. તેવામાં કોઈ ખાસ સમુદાયને આ વર્ગમાં અનામત આપવું ખોટું હશે. પંચે કહ્યું છે કે કોઈ એક આખા વર્ગને જ આ કેટેગરીમાં નાખી શકાય નહીં. તેનું વિભાજન જાતિના આધારે થઈ રહ્યું છે.

સ્થાનિક નિગમોમાં પણ મુસ્લિમોને મળી રહ્યું છે અનામત –

એટલું જ નહીં પંચે સ્થાનિક નિગમોમાં પણ મુસ્લિમ કોટા પર વાંધો વ્યક્ત કર્યો છે. હકીકતમાં રાજ્યમાં સ્થાનિક નિગમોમાં પણ ઓબીસી માટે 32 ટકા અનામત છે. હવે હિંદુઓની ઘણી ઓબીસી જાતિઓ આનો હિસ્સો છે. પરંતુ આખા મુસ્લિમ વર્ગને જ આ કોટા હેઠળ ફાયદો મળી રહ્યો છે. કર્ણાટકમાં મુસ્લિમોની વસ્તી 12.92 ટકા છે. આખા સમુદાયને જ ઓબીસીમાં નાખવાને કારણે તેમાંથી તમામને સ્થાનિક નિગમોમાં ઓબીસી કોટાની બેઠકો પર લડવાનો મોકો મળી રહ્યો છે. તેના સિવાય તે બિનઅનામત સીટો પર પણ લડી જ રહ્યા છે.