Site icon Revoi.in

રાજનાથસિંહની અધ્યક્ષતામાં ભાજપે બનાવી ઈલેક્શન મેનિફેસ્ટો કમિટી, 27 નેતાઓને મળ્યું સ્થાન

Social Share

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણી ઘોષણાપત્ર સમિતિનું એલાન કર્યું છે. આ કમિટીની અધ્યક્ષતા રાજનાથસિંહ કરશે. જ્યારે નિર્મલા સીતારમણ સમિતિના સંયોજક હશે. પિયૂષ ગોયલને સહસંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જાણકારી મુજબ, ભાજપે આ ઈલેક્શન મેનિફેસ્ટો કમિટીમાં કુલ 27 સદસ્યોને સ્થાન આપ્યું છે. કમિટીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સાથે જ પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાનને પણ સામેલ કર્યા છે.

ભાજપની ચૂંટણી ઘોષણાપત્ર સમિતિમાં અર્જુન મુંડા, ભૂપેન્દ્ર પટેલ, સ્મૃતિ ઈરાની, અર્જુનરામ મેઘવાલ, કિરેન રિજિજૂ, અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યદાવ, હિમંત બિસ્વા સરમા, વિષ્ણુદેવ સાય, રવિશંકર પ્રસાદ, સુશીલ મોદી, કેશવ પ્રસાદ મૌર્ય, રાજીવ ચંદ્રશેખર, વિનોદ તાવડે, રાધામોહન દાસ, ઓપી ધનખડ, અનિલ એન્ટની, તારીક મંસૂરી વગેરે સામેલ છે.

ચૂંટણી ઘોષણાપત્ર સમિતિનું ગઠન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કર્યું છે. આ કમિટીમાં કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી, અને પૂર્વ મુખ્યમંત્રીઓ પણ સામેલ છે. ચૂંટણી ઘોષણાપત્ર સમિતિમાં લગભગ તમામ રાજ્યોના નેતાઓને સ્થાન અપાયું છે. આ કમિટી ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ કમિટીને કહેવામાં આવ્યું છે કે ઘોષણાપત્ર તૈયાર કરતી વખતે ગરીબો, યુવાઓ, મહિલાઓ ખેડૂતોના કલ્યાણ પર ફોકસ કરે.

મહત્વપૂર્ણ છે કે ભાજપે લોકસભા ચૂંટણીને લઈને અત્યાર સુધીમાં સાત યાદી જાહેર કરી છે. સાતમી યાદીની સાથે જ ભાજપે અત્યરા સુધીમાં પોતાના 407 ઉમેદવારોની ઘોષણા કરી છે. પાર્ટીના 101 સાંસદોની ટિકિટ કપાય છે.