Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સંગઠનને વધારે મજબુત બનાવશે

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેને લઈને ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ ઉત્તરપ્રદેશમાં સત્તા જાળવી સગંઠનને વધારે મજબુત બનાવવા ઉપર ધ્યાન આવી રહ્યું છે. તેમજ યોગી સરકારના કેબિનેટના વિસ્તરણની પણ શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. કેબિનેટમાં તમામ સમાજના નેતાઓને યોગ્ય સ્થાન આપવામાં આવશે. જેથી વર્ષ 2017 જેવુ જ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશ વિધાનસભાની આગામી વર્ષે ચૂંટણી યોજાય તેવી શકયતા છે. તેમજ ડિસેમ્બર સુધીમાં ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. જેથી હાલની યોગી સરકાર પાસે હવે 6 મહિના જેટલો સમય બચ્યો છે.  યોગી સરકારના કેબિનેટમાં ફેરફારની ચર્ચા પણ ચાલી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં રાજ્યપાલ આનંદી બેન પટેલ સાથે મુલાકાત કરી. રાજભવનમાં થયેલી આ મુલાકાત બાદ યુપી મંત્રિમંડળમાં ફેરબદલ અને વિસ્તારની ચર્ચા અને અટકળોએ જોર પકડ્યું છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ પોતાના સંગઠનને મજબૂત બનાવવા માંગે છે. કેન્દ્રીય સંગઠન મંત્રીની સાથે 7 મંત્રીઓની મુલાકાત થઈ અને બાકીના દરેક મંત્રીઓની સાથે વન ટૂ વન મુલાકાત થવાની છે. ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં ફેરફાર થઈ શકે છે. સંગઠનમાં નવા લોકોને જવાબદારી મળી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે અન્ય રાજ્યોમાં પણ ભાજપનું ધોવાણ થયું હતું. જેથી ઉત્તરપ્રદેશમાં ધોવાણ અટકાવવા અને ફરીથી સત્તા હાંસલ કરવા માટે અત્યારથી જ કસરત શરૂ કરી હોવાનું જાણવા મળે છે.