Site icon Revoi.in

પોરબંદરમાં કિર્તિ મંદિર અને અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધી જ્યિંતિની ઉજવણી

Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં આજે ગાંધી જ્યંતિની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે કિર્તિ મંદિરમાં બાપુને શ્રદ્ધા સુમન અપર્ણ કરી હતી. જ્યારે અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ સવારે પ્રાર્થના સભા યોજાઈ હતી.

પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિર ખાતે સવારે યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કિર્તિ મંદિરને ફુલોથી શણગારવામાં આવ્યું હતું. ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર પર સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય કાર્યક્રમોની પણ યોજાયાં હતા. કિર્તિ મંદિરમાં યોજાયેલી પ્રાર્થના સભામાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ સહિત સામાજિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા ગાંધી આશ્રમમાં પણ આજે ગાંધી જ્યંતિ નિમિત્તે સવારે પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં ગાંધીવાદીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને ગાંધીજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. અંગ્રેજી સામેની આઝાદીની લડાઉનો ઈતિહાસ અમદાવાદના સાબરમતી આશ્રમ સાથે જોડાયેલો છે. તેમજ સ્વતંત્રતા સંગ્રામનું કેન્દ્રબિંદુ રહ્યો હતો આ આશ્રમ. તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવનનો લાંબો સમય ગાંધી આશ્રમમાં વિતાવ્યો હતો. દેશ-વિદેશના નાગરિકો સાબરમતી આશ્રમની મુલાકાતે આવે છે.

આ ઉપરાંત અમદાવાદના કોચરબ આશ્રમમાં પણ સાદગીપૂર્ણ માહોલમાં ગાંધી જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડથી ભારત આવ્યા બાદ ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોચરબ ખાતે પ્રથમ આશ્રમ સ્થાપયો હતો. જે બાદ સાબરમતી વિસ્તારમાં નદીના કિનારે આશ્રમ બનાવવામાં આવ્યો હતો.