1. Home
  2. Tag "Celebrations"

દુનિયાભરના આ દેશોમાં પણ ઉજવાય છે હોળી, દેખાય છે ભારતના સુંદર રંગો

રંગોના તહેવાર હોળીની રાહ લોકો આખું વર્ષ જોતા હોય છે. હોળી આવતાની સાથે જ દરેક તેના રંગોમાં રંગાઈ જાય છે. હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી પણ સંબંધોમાં મધુરતા ઉમેરવાનો પણ તહેવાર છે. ભારતના દરેક ખૂણામાં હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારતની હોળી, ખાસ કરીને વૃંદાવન અને બરસાનાની હોળી આખી દુનિયામાં પ્રખ્યાત છે. […]

દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી, રાષ્ટ્રપતિ અને PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ આજે 19મી ઓગસ્ટ સોમવારના રોજ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને દેશના તમામ મોટા નેતાઓએ દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતી વખતે આ પવિત્ર તહેવાર તમારા સંબંધોમાં નવી મધુરતા લાવે અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ […]

રામનવમીએ ખેડબ્રહ્મા શહેરમાં શોભાયાત્રા નીકળી : ઠેર ઠેર ઉજવણી કરાઈ

ખેડબ્રહ્માઃ આજે મયાઁદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ના જન્મોત્સવ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુગાઁવાહીની તથા માતૃશક્તિ ના સહિયારા આયોજનથી શ્રી અંબિકા માતાજી મંદિરથી બાઈક રેલી સાથે ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ રેલી સમગ્ર શહેરમાં ફરીને ચાંપલપુરના ઓંકારેશ્વર મહાદેવ મંદિરે પૂણાઁહુતી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી.જોષી તથા તેમની ટીમ દ્રારા ચુસ્ત બંદોબસ્ત […]

પોરબંદરમાં કિર્તિ મંદિર અને અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધી જ્યિંતિની ઉજવણી

અમદાવાદઃ રાજ્યભરમાં આજે ગાંધી જ્યંતિની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે કિર્તિ મંદિરમાં બાપુને શ્રદ્ધા સુમન અપર્ણ કરી હતી. જ્યારે અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ સવારે પ્રાર્થના સભા યોજાઈ હતી. પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિર ખાતે સવારે યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. […]

આંગણવાડી કેન્દ્રો ખાતે સુપોષણ મહિનાની ઊજવણી : સર્ગભા મહિલાઓને પોષણ આહાર અપાયો

ગાંધીનગરઃ રાજ્યના  53,029  આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માસની ઉજવણીના ભાગરૂપે સગર્ભા મહિલાઓ માટે સુપોષણ સંવાદ અને પોષણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપોષણ સંવાદ અંતર્ગત ધાત્રી માતાઓની હાજરીમાં સગર્ભા માતાઓની શ્રીમંત વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાળિયેર, ફળો, ગોળ, ખજુર અને આયર્ન ફોલિક એસિડની ગોળીઓ જેવો સુપોષણ આહાર સગર્ભા માતાઓને આપવામાં આવ્યો હતો. […]

ગુજરાતમાં રક્ષાબંધન પર્વની ઉજવણીઃ મુખ્યમંત્રીને મહિલા ધારાસભ્યોએ રાખડી બાંધી

અમદાવાદઃ રાજ્યમાં આજે રક્ષાબંધન પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધીને પોતાની રક્ષાનું વચન લીધું હતું. આ ઉપરાંત ભૂદેવોએ જનોઈ બદલીને નારિયેલીપૂર્ણિમાની ઉજવણી કરી હતી. શ્રાવણ મહિનાની પૂનમ નિમિત્તે વિવિધ મંદિરોમાં સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. આમ રાજ્યભરમાં આજના પાવન દિવસની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી […]

સૌરાષ્ટ્ર તમિલ સંગમઃ ગીર સોમનાથના તમિલ પરિવારોની ગરબે ઘૂમી નવ વર્ષની ઉજવણી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમને સાકાર કરવા સોમનાથના સાન્નિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈને સોમનાથ તમિલ સમાજમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સોમનાથ તમિલ સમાજ પોતાના બંધુઓને આવકારવા થનગની રહ્યો છે. આ કાર્યક્રમ પૂર્વે 14 એપ્રિલના રોજ મૂળ તમિલ સૌરાષ્ટ્રિયન સમાજે પોતાના નવા વર્ષ ‘પૂથાંડુ વઝથુકલ’ની પરંપરાગત રીતે […]

અદાણી RMRWની દેશભરની સાઈટ્સ પર માર્ગ સલામતી મહિનાની ઉજવણી

આપણે સૌ જાણીએ છીએ કે સલામત ડ્રાઇવિંગ જીવન બચાવે છે, પરંતુ સામાન્ય જાણકારીનો આભાવ લોકોને ગંભીર અકસ્માત ભણી દોરી જાય છે. રોજબરોજના જીવનમાં માર્ગ સલામતીના નિયમોનું પાલન થાય અને અકસ્માતો અટકાવી શકાય તે હેતુથી સમગ્ર ભારતમાં અદાણી રોડ, મેટ્રો, રેલ અને વોટર (RMRW) ની તમામ સાઈટ્સ પર માર્ગ સલામતી મહિના (ટ્રાફિક સેફ્ટી મન્થ)ની ઉજવણી કરવામાં […]

ગાંધીનગરઃ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ધામધૂમથી ઉજવણી, સખી મેળાઓનું ઈ-લોન્ચીંગ

અમદાવાદઃ મહિલા અને બાળવિકાસ મંત્રી મનીષાબેન વકીલે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પ્રસંગ્રે કે,સક્ષમ દીકરી, સશક્ત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે. રાજ્યની દીકરીઓ સુપોષિત, આત્મનિર્ભર અને સુશિક્ષિત બને તે સુનિશ્ચિત કરી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ દીકરીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તેવી સમાજ વ્યવસ્થા નિર્માણ કરીએ. […]

આંકડાકીય દિવસઃ ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ડેટા’ થીમ ઉપર સમગ્ર દેશમાં ઉજવણી થશે

નવી દિલ્હીઃ પ્રોફેસર (સ્વ.) પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ દ્વારા આંકડાશાસ્ત્ર અને આર્થિક આયોજન ક્ષેત્રે આપેલા નોંધપાત્ર યોગદાનને માન્યતા આપવા માટે, ભારત સરકારે દર વર્ષે તેમની જન્મજયંતિની સાથે 29 જૂનનો દિવસ રાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવનાર દિવસોની વિશેષ શ્રેણીમાં “આંકડા દિવસ” તરીકે નિયુક્ત કર્યો છે. આ દિવસનો ઉદ્દેશ્ય સામાજિક-આર્થિક આયોજન અને નીતિ ઘડતરમાં આંકડાઓની ભૂમિકા અને મહત્વ વિશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code