Site icon Revoi.in

ગુજરાતમાં નાગરિકો 17મીથી સ્વ-ગણતરી દ્વારા જનગણનામાં ભાગ લઈ શકશે

Citizens in Gujarat will be able to participate in the census through self-enumeration from the 17th.

Citizens in Gujarat will be able to participate in the census through self-enumeration from the 17th.

Social Share

ગાંધીનગર, 12 મે, 2026 – ગુજરાતમાં નાગરિકો 17મીથી સ્વ-ગણતરી દ્વારા જનગણનામાં ભાગ લઈ શકશે તેવી આજે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત, જનગણના 2027ની તૈયારી માટેની પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યું છે.

આ સંદર્ભમાં, 12 મે, 2026ના રોજ સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીડિયા પ્રતિનિધિઓને આગામી જનગણના પ્રવૃત્તિઓના વિવિધ પાસા, જેમાં સ્વ-ગણતરી અને ઘરયાદીની કામગીરી (HLO) ની ઘરે-ઘરે જઈને ગણતરીનો સમાવેશ થાય છે, તે અંગે માહિતી આપવામાં આવી.

ગુજરાતમાં સ્વ-ગણતરીનો સમયગાળો 17 મે થી 31 મે, 2026 સુધી રહેશે

પ્રથમ વખત, નાગરિકોને ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલું સ્વ-ગણતરી પોર્ટલ (https://se.census.gov.in) દ્વારા જનગણનામાં ભાગ લેવાની તક મળશે. આ પહેલ હેઠળ, લોકો સ્વેચ્છાએ તેમના ઘરો, તેમના કુટુંબમાં ઉપલબ્ધ સુવિધાઓ, સંપત્તિ વગેરે વિશેની વિગતો સરળ, સુરક્ષિત અને અનુકૂળ રીતે ઓનલાઇન સબમિટ કરી શકે છે. ગુજરાતમાં સ્વ-ગણતરીનો સમયગાળો 17 મે થી 31 મે, 2026 સુધી રહેશે. આ નાગરિક-કેન્દ્રિત પહેલનો ઉદ્દેશ જનગણના કામગીરીમાં ડિજિટલ ભાગીદારી, ચોક્સાઈ અને સરળતાને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીના વડોદરા રોડ શો બાદ ભાજપના કાર્યકરોએ એવું શું કર્યું જેની ચર્ચા થાય છે?

ગુજરાત રાજ્યમાં 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન નિયુક્ત જનગણના અધિકારીઓ દ્વારા ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરવાની ઘરયાદીની કામગીરી (HLO) ખાસ કરીને જનગણના ફિલ્ડ કાર્ય માટે રચાયેલ ઘરયાદીની મોબાઇલ એપ્લિકેશન (HLO એપ્લિકેશન) દ્વારા કરવામાં આવશે.

શ્રી સુજલ જે મયાત્રા – નિયામક જનગણના કાર્ય અને કાર્યાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ મીડિયાને સંબોધન કર્યું અને આયોજન અને નીતિ ઘડતર માટે એક મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયત તરીકે જનગણનાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે વધુમાં જનગણનામાં જનતાની ભાગીદારી, ડેટાની ગુપ્તતા અને સચોટ ગણતરી સુનિશ્ચિત કરવામાં નાગરિકોની ભૂમિકાનું મહત્ત્વ વધુ પ્રકાશિત કર્યું.

self-enumeration – સ્વ-ગણતરી કેવી રીતે કરશો, જાણો

શ્રી મયાત્રાએ તમામ નાગરિકોને સક્રિયપણે ભાગ લેવા અને સચોટ માહિતી પ્રદાન કરવા અપીલ પણ કરી. જનગણના અધિનિયમ, 1948ની જોગવાઈઓ હેઠળ જનગણનાની કામગીરી દરમિયાન એકત્રિત કરવામાં આવેલી બધી માહિતી સખત ગુપ્ત રાખવામાં આવે છે તે વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

Exit mobile version