Site icon Revoi.in

કોંગ્રેસ હિન્દુસ્તાનને નહીં પરંતુ પાકિસ્તાનને પ્રેમ કરે છેઃ અનુરાગ ઠાકુર

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુરએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં નહીં પરંતુ હિન્દુસ્તાનમાં ચૂંટણી થઈ રહી છે, કોંગ્રેસ હિન્દુસ્તાનને નહીં પરંતુ પાકિસ્તાન તરફી પ્રેમ કરે છે. કોંગ્રેસએ દેશના એક ભાગને પીઓકે બનાવી દીધું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ જાહેર થાય છે, તેમના નેતાઓ ભારતમાં રહે છે પરંતુ પાકિસ્તાનના ગુણગાન ગાય છે. કોંગ્રેસની વિચારધારા પાકિસ્તાન સમર્થિત છે. હિન્દુસ્તાનનો એક હિસ્સાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બનાવી દીધું છે.

તેમણે કોંગસને અણીયારો સવાલ કર્યો હતો કે, કોંગ્રેસ પાકિસ્તાનના ગુણગાન કેમ કરે છે?  જે તેમની માનસિકતા દેખાડે છે. કોંગ્રેસને ભારતના લોકો તરફી કોઈ લગાવ નથી. દરમિયાન કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો કે, દેશમાં ફરી એકવાર નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે.

હિમાચલમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં હિમાચલ પ્રદેશના હમીરપુર સંસદીય બેઠકમાં શિક્ષા ક્રાંતિ આવી છે. અમે સતત વિકાસના કામ કરી રહ્યાં છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોના હિત માટે સતત વિચારે છે પરંતુ કોંગ્રેસ માત્ર પોતાના વિશે જ વિચારે છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશની હમીરપુર લોકસભા બેઠક ઉપરથી ભારત તરફી ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસે સતપાલ સિંહ રાયજાદાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યાં છે. રાજ્યની ચાર બેઠક શિમલા, હમીરપુર, મંડી અને કાંગડામાં આગમી 1 જૂનના રોજ મતદાન યોજાશે.

Exit mobile version