Site icon Revoi.in

કોંગ્રેસ મેનિફેસ્ટો 2024: મહિલાઓને 1 લાખ વાર્ષિક, 30 લાખ નોકરીઓ, એમએસપી કાયદાનો વાયદો

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસે શુક્રવારે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેને ન્યાય પત્ર નામ અપવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટોમાં 5 ન્યાય અને 25 ગેરેન્ટી આપવામાં આવી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીએ કોંગ્રેસ મુખ્યમથક ખાતે ઘોષણાપત્ર જાહેર કર્યું છે. તેના બીજા દિવસે જયપુર અને હૈદરાબાદમાં જાહેરસભાઓ આયોજીત થવાની છે. આ જાહેરસભાઓમાં શીર્ષસ્થ નેતાઓ સામેલ થશે.

ઘોષણાપત્ર સમિતિના અધ્યક્ષ પી. ચિદમ્બરમે કહ્યુ છે કે અમે જમ્મુ-કાશ્મીરને તાત્કાલિક પૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ કરીશું. અમે લડાખના જનજાતિય ક્ષેત્રોને સામેલ કરવા માટે બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સંશોધન કરીશું. પાકિસ્તાન સાથે જોડાયેલા મૂળરૂપથી સીમા પારના આતંકવાદને સમાપ્ત કરવાની તેની ઈચ્છા અને  ક્ષમતા પર નિર્ભર કરે છે.

તેમણે કહ્યુ છે કે કોંગ્રેસ અગ્નિપથ યોજનાને સમાપ્ત કરી દેશે અને સેના, નૌસેના અને વાયુસેના દ્વારા અપનાવાયેલી સામાન્ય ભરતી પ્રક્રિયાઓ પર પાછા ફરશે, જે આપણા સૈનિકો માટે આર્થિક અને સામાજીક સુરક્ષાની ગેરેન્ટી આપશે.

પી. ચિદમ્બરમે કહ્યુ છે કે લડાખમાં ચીની ઘૂસણખોરી અને 2020માં ગલવાન ઘર્ષણે દશકાઓમાં ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મોટો આંચકો આપ્યો. 19 જૂન, 2020ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ ચીનને ક્લિનચિટ આપી, જેનાથી આપણી વાતચીતની સ્થિતિ ઘણી કમજોર થઈ ગઈ. 21મા તબક્કાની સૈન્યસત્રીય વાટાઘાટો છતાં ચીની સૈનિકોએ ભારતીય ક્ષેત્ર પર કબજો કરવાનું ચાલુ રાખ્યું છે અને ભારતીય દળોને પૂર્વ લડાખમાં 2000 વર્ગ કિલોમીટરના ક્ષેત્ર બરાબર 65 પેટ્રોલિંગ પોઈન્ટમાંથી 26 સુધી પહોંચવાથી વંચિત કરી દેવાયા છે. ડોકલામમાં ચીની નિર્માણથી સિલીગુડી કોરિડોરને ખતરો છે, જે પૂર્વાત્તર ભારના દેશના બાકીના હિસ્સાને જોડે છે. ઔપચારીક રાષ્ટ્રીય સુરક્ષા રણનીતના અભાવને કારણે નીતિ નિર્ધારણ વ્યક્તિગત થઈ ગયું છે. વિગતવાર વિચાર-વિમર્શ બાદ કોંગ્રેસ એખ વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ જાહેર કરશે.

તેમણે આગળ કહ્યુ છે કે સંરક્ષણ મંત્રીના પરિચાલન નિર્દેશ સશસ્ત્ર દોળની યુદ્ધ યોજનાને નિર્ધારીત કરે છે. યુપીએ સરકારે આખરી નિર્દેશ 2009માં જાહેર કર્યો હતો. આપણા હાલના બે મોરચાના પડકારોનો સામનો કરવા માટે કોંગ્રેસ એક નવો ઓપરેશનલ નિર્દેશ લાવશે.

કોંગ્રેસનું ઘોષણાપત્ર-

કોંગ્રેસના ઘોષણાપત્રની મોટી વાતોની જો વાત કરવામાં આવે, તો કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓ, ગરીબ પરિવારોની મહિલાઓને એક લાખ રૂપિયા વાર્ષિક, જાતિગત વસ્તીગણતરી, એમએસપીને કાયદાકીય દરજ્જો, મનરેગા મજૂરી 400 રૂપિયા, તપાસ એજન્સીઓના દુરુપયોગ રોકવા અને પીએમએલએ કાયદામાં પરિવર્તનની ઘોષણા કરવામાં આવી છે. તેની સાથે જ સચ્ચર કમિટીની ભલામણોને લાગુ કરવાની પણ ઘોષણા કરવામાં આવી છે.

કોંગ્રેસ મુજબ, તેના ઘોષણાપત્રમાં પાંચ ન્યાય- હિસ્સેદારી ન્યાય, કિસાન ન્યાય, નારી ન્યાય, શ્રમિક ન્યાય અને યુવા ન્યાય પર આધારીત છે. પાર્ટીએ યુવા ન્યાય હેઠળ જે પાંચ ગેરેન્ટીની વાત કરી છે, તેમાં 30 લાખ સરકારી નોકરીઓ આપવી અને યુવાઓને એક વર્ષ માટે તાલીમ કાર્યક્રમ હેઠળ એક લાખ રૂપિયા આપવાનો વાયદો સામેલ છે.

કોંગ્રેસના ઘોષણાપત્રમાં કઈ વસ્તુઓની ગેરેન્ટી છે?

કોંગ્રેસે હિસ્સેદારી ન્યાય હેઠળ જાતિગત વસ્તીગણતરી કરાવવી અને અનામતની 50 ટકાની મર્યાદા સમાપ્ત કરવાની ગેરેન્ટી આપી છે. કોંગ્રેસે કિસાન ન્યાય હેઠળ ટેકાના ભાવને કાયદાકીય દરજ્જો, કર્જમાફી પંચની રચના અને જીએસટી મુક્ત ખેતીનો વાયદો કર્યો છે.

કોંગ્રેસે શ્રમિક ન્યાય હેઠળ મજૂરોને સ્વાસ્થ્યનો અધિકાર આપવો, લઘુત્તમ મજૂરી 400 રૂપિયા પ્રતિ દિવસ સુનિશ્ચિત કરવી અને શહેરી રોજગાર ગેરેન્ટીનો વાયદો પણ કર્યો છે. તેની સાથે નારી ન્યાય હેઠળ મહાલક્ષ્મી ગેરેન્ટી હેઠળ ગરીબ પરિવારોની મહિલાઓને એક-એક લાખ રૂપિયા પ્રતિ વર્ષ આપવા સહીતના ઘણાં વાયદા કર્યા છે.

કોંગ્રેસનું અભિયાન-

ઘોષણાપત્ર જાહેર થતા પહેલા કોંગ્રેસ ઘર-ઘર ગેરેન્ટી અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓ આગામી કેટલાક સપ્તાહ સુધીમાં આખા ભારતના 8 કરોડ પરિવારોને આ ગેરેન્ટી કાર્ડ વહેંચશે, જે 14 ભાષાઓમાં પ્રકાશિત કરાયા છે. દરેક ગેરેન્ટી કાર્ડમાં મલ્લિકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધી તરફથી ઘોષિત કરવામાં આવેલા 5 ન્યાય અને 25 ગેરેન્ટીની જાણકારી આપવામાં આવી છે.