Site icon Revoi.in

બાબા કેદારનાથના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

Social Share

નવી દિલ્હીઃ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા બાબા કેદારનાથના કપાટ 6 મહિના બાદ ખુલ્યા હતા. શુભ સમય અનુસાર, મંદિરના દરવાજા સવારે 6.25 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ રાવલ (મુખ્ય પૂજારી) બાબાની ડોલી લઈને મંદિરમાં પ્રવેશ્યા હતા. આ અવસરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે 10 હજાર જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેદારનાથ મંદિરના પ્રાંગણને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ પહેલા જ કેદારનાથમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. 2020 માં કોરોના રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી, ભક્તોને અહીં દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. દર વર્ષે દરવાજા ખોલવામાં આવતા અને બાબાની પૂજા કરવામાં આવતી હતી.

ગૌરીકુંડથી હજારો ભક્તો ગુરુવારે કેદારનાથ ધામ તરફ પ્રયાણ કર્યું હતું. ભક્તોએ અહીંથી લગભગ 21 કિમીનું અંતર પગપાળા, ઘોડા અથવા પીથુ પર કાપ્યું હતું. સવારે 6 વાગ્યે શરૂ થયેલી યાત્રા સાંજે 4 વાગ્યે કેદારનાથ ધામમાં પૂરી થઈ હતી. ક્ષમતા કરતા વધુ ભક્તોના આગમનને કારણે ગભરાટનું વાતાવરણ હતું, ત્યારબાદ હજારો શ્રદ્ધાળુઓ ગૌરીકુંડ ખાતે રોકાઈ ગયા હતા. જોકે, શુક્રવારે સવારે બધાને કેદારનાથ જવાની મંજૂરી આપવામાં આવી હતી.

બાબા કેદારનાથ વિશ્વના કલ્યાણ માટે 6 મહિના સુધી સમાધિમાં રહે છે. મંદિરના દરવાજા બંધ કરવાના અંતિમ દિવસે અર્પણ કર્યા બાદ દોઢ ક્વિન્ટલ ભભૂતિ ચઢાવવામાં આવે છે. દરવાજા ખુલતાની સાથે જ બાબા કેદાર સમાધિમાંથી જાગી જાય છે. આ પછી તે ભક્તોને દર્શન આપે છે.