Site icon Revoi.in

એક્સપાયરી મેકઅપ પ્રોડક્ટ તમારા શરીરને ખતરનાક રીતે નુકશાન પહેચાડી શકે છે

Social Share

મોટા ભાગની છોકરીઓને મેકઅપ કરવો ખૂબ જ પસંદ હોય છે. ઘણી છોકરીઓ લાઈટ મોકઅપ પણ કરે છે, તેમના બેગમાં કાજલ અથવા લાઈટ રંગની લિપસ્ટિક તો જરૂર રાખેલી મળશે. આજકાલ બજારમાં નાના-મોટા બ્રાંડના સારી-સારી મેકઅપ પ્રોડક્ટ મળી જાય છે. એવામાં મન કરે છે શું ખરીદીએ અને શું ના ખરીદીએ. તમારી પાસે પ્રોડક્ટનો ભંડારો થઈ જાય, જેને ઈચ્છીએ તો પણ પણ તમે ફેકી શકતા નથી.

મેકઅપ પ્રોડક્ટ પડે પડે ખરાબ થવા લાગે છે અને એક્સપાયર થવાને કારણે તેને સ્કિન પર લગાવવાથી નુકશાન થઈ શકે છે. ચહેરા પર લગાવવાની ક્રીમથી લઈ કાજલ સુધીની વસ્તુઓની એક્સપાયરી ડેટ હોય છે. જે બાદ તે ઉપયોગ કરવા લાયક રહેતા નથી. તેમ છતા ઘણી છોકરીઓ જાણે-અજાણે તેને યૂઝ કરતી રહે છે. હોય શકે છે તમન મોટી વાત ના લાગતી હોય, પણ એક ડોક્ટરે જણાવ્યુ હતુ કે, એક્સપાયરી મેકઅપ પ્રોડક્ટ તમારા શરીરને ખતરનાક રીતે નુકશાન પહેચાડી શકે છે.

ત્વચામાં જલન
મેકઅપ જ્યારે જૂનો થવા લાગે છે, ત્યારે રાસાયણીક સંરચના બદલાઈ જાય છે. જેનાથી સ્કિન પર જલન, રૈસ અને ડ્રાયનેસ આવે છે. આ જ નહી, ખરાબ મેકઅપમાં બેક્ટેરિયા પણ વિકસવા પણ લાગે છે.

થઈ શકે છે એલર્જી
જો તમે ક્યારેય એલર્જીનો અનુભવ કર્યો નથી, તો તમને એક્સપાયર્ડ મેકઅપથી એલર્જી થઈ શકે છે. જેમાં સોજો, ખરજવું અને જલન જેવા લક્ષણો દેખાઈ શકે છે. જેને તમે સંતાડી શકતા નથી.

આંખમાં થઈ શકે છે ઈન્ફેક્શન
જોભૂલથી તમે તમારી આંખોમાં મસ્કરા કે આઈલાઈનર લગાવો છો તો તમને આ ન્ફેક્શન જેવાની કંજંક્ટિવાઈટિસનો ખતરો થઈ શકે છે. મસ્કરા વગેરે એક્સપાયરી ડેટ સુધી પહોંચી ગયું છે તો તેને ફેકી દો. કેમ કે તે બેક્ટેરિયાનું ઘર હોઈ શકે છે.