Site icon Revoi.in

ફેશન ટિપ્સ: તમારી જીન્સ સાથે કેવા શૂઝ પરફેક્ટ લાગશે? જાણો

Social Share

આજના સમયમાં જીન્સ એ દરેક વયના લોકોનું સૌથી મનપસંદ આઉટફિટ બની ગયું છે. પછી તે ઓફિસ હોય, કેઝ્યુઅલ આઉટિંગ હોય કે કોઈ ખાસ પ્રસંગ, જીન્સ હંમેશા પરફેક્ટ લાગે છે. જોકે, જીન્સ પહેરતી વખતે મોટાભાગના લોકો એક ભૂલ કરે છે અને તે છે ખોટા ફૂટવેરની પસંદગી. ફેશન એક્સપર્ટ્સનું માનવું છે કે જો જીન્સના પ્રકાર મુજબ યોગ્ય શૂઝ ન પહેરવામાં આવે તો આખો લુક બગડી શકે છે. તમારી પર્સનાલિટીને વધુ નિખારવા માટે અહીં કેટલીક ઉપયોગી ટિપ્સ આપી છે.

સ્કીની જીન્સ બોડી-ફિટ હોય છે, તેથી તેની સાથે સ્લીક અને સ્ટાઇલિશ ફૂટવેર સારા લાગે છે. રોજિંદા વપરાશ માટે સફેદ કે ક્લાસિક સ્નીકર્સ સૌથી આરામદાયક અને બેસ્ટ ઓપ્શન છે. જો તમારે થોડો સ્માર્ટ અને પ્રીમિયમ લુક જોઈતો હોય તો લોફર્સ ટ્રાય કરો. શિયાળામાં કે પાર્ટી લુક માટે ચેલ્સિયા બૂટ્સ ક્લાસી વાઇબ આપે છે.

આ જીન્સ સૌથી વધુ વર્સેટાઇલ માનવામાં આવે છે. તેને તમે કેઝ્યુઅલથી લઈને સેમી-ફોર્મલ રીતે પહેરી શકો છો. જો તમે કોઈ મીટિંગ કે સેમી-ફોર્મલ ઈવેન્ટમાં જઈ રહ્યા હોવ તો ડર્બી શૂઝ બેસ્ટ રહેશે. સેમી-ફોર્મલ કે સ્માર્ટ કેઝ્યુઅલ લુક માટે લોફર્સ એક ઉત્તમ પસંદગી છે. કોલેજ કે મિત્રો સાથે ફરવા જવા માટે આ જીન્સ સાથે સ્નીકર્સ હંમેશા એવરગ્રીન રહે છે.

આજકાલ બેગી જીન્સ ટ્રેન્ડમાં છે, જે રિલૅક્સ્ડ અને સ્ટ્રીટ સ્ટાઈલ લુક આપે છે. બેગી જીન્સ સાથે મોટા સોલવાળા ‘ચંકી સ્નીકર્સ’ અત્યંત ફેશનેબલ લાગે છે.જો તમારે બોલ્ડ અને રગ્ડ લુક જોઈતો હોય તો હેવી બૂટ્સ પહેરી શકાય છે.

યોગ્ય જૂતા માત્ર તમારા આઉટફિટને જ પૂરો નથી કરતા, પરંતુ તમને આત્મવિશ્વાસ પણ આપે છે. હવે જ્યારે પણ તમે જીન્સ પહેરો, ત્યારે આ ગાઈડને ધ્યાનમાં રાખીને ફૂટવેરની પસંદગી કરજો જેથી તમે ભીડમાં અલગ તરી આવો!

આ પણ વાંચોઃ માત્ર એક કર્મચારી, 18 લાખનું મૂડીરોકાણ અને દરરોજ કરોડોની આવક, આ છે AIનો જાદુ

Exit mobile version