આજકાલ લોકોમાં ફિટનેસ અને હેલ્થ પ્રત્યે જાગૃતિ ઘણી વધી છે. મોટાભાગના લોકો વર્કઆઉટ કે જિમ સેશન પહેલાં પોતાની ડાયટનું ખાસ ધ્યાન રાખે છે, જેથી કસરતનો વધુમાં વધુ ફાયદો મળી શકે. જોકે, ઘણીવાર જાણતા-અજાણતા આપણે એવી વસ્તુઓ ખાઈ લઈએ છીએ જે વર્કઆઉટ દરમિયાન શરીરને ફાયદો કરવાને બદલે નુકસાન પહોંચાડે છે. દરમિયાન ફિટનેશ ટ્રેનરો વર્કઆઉટ પહેલા કેટલાક ફુડથી દૂર રહેવાની સલાહ આપે છે.
- વર્કઆઉટ પહેલાં આ 3 વસ્તુઓને કહો ‘NO’
તળેલી વસ્તુઓ પાચન ધીમું કરે છે: સિદ્ધાર્થના મતે, વર્કઆઉટ પહેલાં સૌથી ખરાબ ખોરાક તળેલી વસ્તુઓ છે. તળેલા ખોરાકમાં ફેટ (ચરબી)નું પ્રમાણ ઘણું વધારે હોય છે, જે પાચન પ્રક્રિયાને ધીમી પાડે છે. આનાથી પેટમાં ભારેપણું લાગે છે અને તમે જિમમાં યોગ્ય રીતે એક્સરસાઇઝ કરી શકતા નથી.
હાઈ ફાઈબર ફૂડ અને સલાડ: સામાન્ય રીતે સલાડ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, પરંતુ જિમ જતાં પહેલાં નહીં. હાઈ ફાઈબર વાળો ખોરાક પેટમાં ગેસ અને બ્લોટિંગ (પેટ ફૂલવું)ની સમસ્યા કરી શકે છે. જેના કારણે ટ્રેનિંગ દરમિયાન તમે અસ્વસ્થતા અને જલ્દી થાક અનુભવી શકો છો.
વધુ સુગર (ખાંડ) વાળો ખોરાક: વધારે પડતી ખાંડ લેવાથી તાત્કાલિક એનર્જી તો મળે છે, પરંતુ જેવી તમે કસરત શરૂ કરો છો કે તરત જ આ એનર્જી ‘ક્રેશ’ થઈ જાય છે. પરિણામે, તમે વર્કઆઉટના અધવચ્ચે જ થાકી જાવ છો.
- વર્કઆઉટ પહેલાં શું ખાવું જોઈએ?
નિષ્ણાતોના મતે, શરીરને યોગ્ય રીતે ‘ફ્યુઅલ’ કરવું જરૂરી છે. વર્કઆઉટ પહેલાં હાઈકાર્બોહાઈડ્રેટ, મીડિયમ પ્રોટીન અને ઓછુ ફેટ અને ઓછુ ફાઈબરવાળુ ખાવાનું પસંદ કરવું જોઈએ. સંતુલિત આહાર અને યોગ્ય સમયનું ભોજન માત્ર વજન ઘટાડવા માટે જ નહીં, પરંતુ એનર્જી લેવલ જાળવી રાખવા અને ઈજાઓથી બચવા માટે પણ અનિવાર્ય છે.

