Site icon Revoi.in

ભાવનગર – મુંબઈ વચ્ચે વિમાનસેવા શરૂ થશે, આવતીકાલ 25 ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ

Air service between Bhavnagar - Mumbai

Air service between Bhavnagar - Mumbai

Social Share

નવી દિલ્હી/ભાવનગર, 24 ફેબ્રુઆરી, 2026 ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીને કરેલી રજૂઆતને પરિણામે સફળતા મળી છે.આગામી તા. ૨૯ માર્ચથી ભાવનગરથી મુંબઈની ડાયરેક્ટ ફ્લાઈટ પુન:શરૂ થશે જેનું આવતીકાલ તા. ૨૫મી ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ થશે.

ભાવનગર શહેરમાં ઉડાન યોજનાનો સમયગાળો પૂર્ણ થતાં બંધ થયેલી હવાઈ સેવાઓ ફરી શરૂ થવા જઈ રહી છે, જે અંતર્ગત ભાવનગરને મુંબઈ સાથેની સીધી એર કનેક્ટિવિટી પુનઃ પ્રાપ્ત થશે. ભાવનગરને નિયમિત હવાઈ સુવિધા મળે તે માટે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ સઘન પ્રયાસો કર્યા હતા જેના પરિણામે આ સફળતા મળી છે.

મંત્રીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર. નાયડુને રૂબરૂ રજૂઆત કરી હતી, કેન્દ્રીય રાજ્ય મંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલ સાથે તથા વિવિધ એર લાઇન્સ સાથે તબક્કાવાર બેઠકો યોજી હતી.

કેન્દ્ર સરકારના સકારાત્મક વલણ અને દિશા-નિર્દેશોને પગલે ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા ૨૯ માર્ચ ૨૦૨૬થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દૈનિક બે ફ્લાઇટ (ATR વિમાન) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે ૨૫ ફેબ્રુઆરીથી ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે. ભાવનગરથી નવી મુંબઈ સવારે 8.35 વાગે અને સાંજે 20.50 વાગે ઉપડશે.

આ પણ વાંચોઃ કચ્છમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની શિક્ષિકાનું કારસ્તાન, અને પછી જે થયું, જુઓ વીડિયો

Exit mobile version