Site icon Revoi.in

ગિફ્ટ સીટીમાં મૂડીરોકાણ માટે વિદેશી રિઈન્સ્યોરન્સ કંપનીઓને વધી રહ્યો છે રસ

ગાંધીનગર ગિફ્ટ સિટી
Social Share

ગાંધીનગર, 2 ડિસેમ્બર, 2025ઃ GIFT City રાજ્યની રાજધાની ગાંધીનગર પાસે તૈયાર કરવામાં આવેલા Gujarat International Finance Tec-City (ગિફ્ટ સિટી) પાછળનો ઉદ્દેશ સાકાર થઈ રહ્યો હોય તેમ જણાય છે. સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવેલી રહેલું આ શહેર માત્ર ગુજરાતનું જ નહીં ભારતનું સૌથી અગત્યનું બિઝનેસ હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

Foreign companies આ જ સંદર્ભમાં મૂડીરોકાણ માટે ઉત્સાહજનક ગણાય એવા સમાચાર મળી રહ્યા છે. અહેવાલ મુજબ તાજેતરમાં નવ (9) વિદેશી કંપનીઓએ ગિફ્ટ સિટીમાં મૂડીરોકાણ કરવાની તૈયારી દર્શાવી છે. મળતી માહિતી મુજબ કેટલીક રિઈન્સ્યોરન્સ કંપનીઓ જેવી કે સાઉદી રે, કુવૈત રે, આફ્રિકન રે અને અબુ ધાબી નેશનલ ઇન્શ્યોરન્સ કંપની (ADNIC) સહિત નવ વિદેશી કંપનીઓએ GIFT સિટીમાં તેમની ઓફિસો શરૂ કરવામાં રસ દર્શાવ્યો છે.

GIFT સિટીમાં IFSC વીમા ઓફિસો (IIOs) સ્થાપવા માટે કંપનીઓને સુવિધા આપવા માટે એક ખાસ માળખું પણ ઘડવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ્ય નવાં રોકાણો આકર્ષવા, રોજગારીનું સર્જન કરવા અને નાણાકીય સેવાઓના ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે.

હજુ તાજેતરમાં જ રિઈન્સ્યોરન્સ કંપની કોરિયન રેને GIFT સિટીમાં તેના IIO સ્થાપવા માટે મંજૂરી મળી હતી. તે એપ્રિલ 2026માં કામગીરી શરૂ કરે તેવી અપેક્ષા છે.

ગિફ્ટ સિટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિસ્તરણ થઈ રહ્યું છે. મૂળભૂત રીતે ફાઇનાન્સ સ્માર્ટ સિટી તરીકે વિકસી રહેલા ગિફ્ટ સિટીમાં 1,034 કંપનીઓ છે અને તેમાં 27,000થી વધુ કર્મચારીઓ, 25 પૂર્ણ થયેલી ઇમારતો અને 47 બાંધકામ હેઠળની ઇમારતો છે.

ગુજરાતની રાજધાની નજીક ટેકનોલોજી-સંચાલિત ફાઇનાન્સ સિટી બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. 2007માં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. દુબઈ અને સિંગાપોર જેવા આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોથી પ્રેરિત થઈને નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. 2011માં તત્કાલીન કેન્દ્રીય નાણામંત્રી પ્રણવ મુખર્જી સાથે તેમણે પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો.

સરદાર @૧૫૦ યુનિટી માર્ચ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પદયાત્રી તરીકે સહભાગી થયા

Exit mobile version