Site icon Revoi.in

GCCI દ્વારા સૌપ્રથમ વખત ત્રણ દિવસના ફૂડ ફેસ્ટિવલનો નવતર પ્રયોગ

GCCI conducts first-ever three-day food festival, an innovative experiment

GCCI conducts first-ever three-day food festival, an innovative experiment

Social Share

[અલકેશ પટેલ] અમદાવાદ, 12 ફેબ્રુઆરી, 2026 – GCCI conducts first-ever three-day food festival ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા સૌપ્રથમ વખત ફૂડ ફેસ્ટિવલનો એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. ધ ગ્રેઝર ફેસ્ટ નામે આ એક એવો ફેસ્ટિવલ હશે જેમાં સ્વાદના રસિયાઓને સ્ટ્રીટ ફૂડથી લઈને કોન્ટિનેન્ટલ ફૂડનો સ્વાદ એક જ જગ્યાએ માણવા મળશે. તે ઉપરાંત ફૂડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને બિઝનેસની એક નવી તક મળશે.

અમદાવાદમાં 2030માં કૉમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે ત્યારે એ સમયે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય મહેમાનોમાં પણ અલગ અલગ ફૂડની માંગ રહેવાની છે, તેમ જણાવી આઈડિયા બેગના મીરા શાહે કહ્યું હતું કે, આગામી ચાર વર્ષમાં વૈશ્વિક ઈવેન્ટ થવાની છે ત્યારે આ એક એવું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે જે બીટુબી અને બીટુસી ઈવેન્ટ માટે એક તક બની રહેશે.

જીસીસીઆઈ અને આઈડિયા બેગ

જીસીસીઆઈના પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયરની સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા મીરા શાહે કહ્યું કે, અમદાવાદીઓ વીકએન્ડમાં અલગ અલગ ફૂડના વિકલ્પ એક્સપ્લોર કરતા હોય છે તેથી શહેરના લોકો તો ત્રણ દિવસના આ ફેસ્ટિવલમાં આવશે જ, સાથે બિઝનેસ સાથે સંકળાયેલા લોકો પણ આવશે તેઓ અમને વિશ્વાસ છે.

GCCI first-ever three-day food festival

સંદીપભાઈ એન્જિનિયરે જણાવ્યું હતું કે, ‘આઈડિયા બેગ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ LLP’ ના સહયોગથી યોજાનાર ધ ગ્રેઝર ફેસ્ટ’ (The Grazer Fest) એક એવું અનોખું પ્લેટફોર્મ છે જે ભારતના ગતિશીલ અને ઝડપથી વિકસતા ફૂડ એન્ડ બેવરેજ (F&B) ક્ષેત્રને એકસાથે લાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

તેમણે માહિતી આપી કે, આ ત્રિ-દિવસીય ઉત્સવ ૨૭ ફેબ્રુઆરી થી ૧ માર્ચ, ૨૦૨૬ દરમિયાન અનોખી ગ્રીન્સ, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે યોજાશે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ક્યુલિનરીમાં નવીનતા (culinary innovation), સાંસ્કૃતિક આદાનપ્રદાન અને સામુદાયિક જોડાણ માટે એક આધુનિક સંગમ સ્થાન પૂરું પાડવાનો છે.

શ્રી એન્જિનિયરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માત્ર એક પરંપરાગત ફૂડ ફેસ્ટિલ નથી પરંતુ એ દરમિયાન ફૂડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને તેમનો વ્યાપાર વિસ્તારવાની તક મળશે. તે ઉપરાંત વર્કશોપ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટમાં માત્ર અમદાવાદના જ સ્ટ્રીટફૂડ અને રેસ્ટોરન્ટ્સ નહીં પરંતુ મુંબઈના પણ નામાંકિત રેસ્ટોરન્ટ્સ ભાગ લઈ રહ્યા છે.

‘ધ ગ્રેઝર ફેસ્ટ’ એ GCCI અને આઈડિયા બેગ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ LLP ની સંયુક્ત પહેલ છે. જેમાં GCCIનું સંસ્થાકીય નેતૃત્વ અને આઈડિયા બેગનો ‘વિકેન્ડ વિન્ડો’, ‘ધ બજાર પ્રોજેક્ટ’ અને ‘પાંચમના ગરબા’ જેવી આઈકોનિક ઈવેન્ટ્સ યોજવાનો બહોળો અનુભવ સામેલ છે.

ગુજરાતના ક્યુલિનરી ફ્યુચર (Culinary Future) માટે વ્યૂહાત્મક વિઝન

એક ઇમર્સિવ ૩૬૦-ડિગ્રી અનુભવ તરીકે કલ્પના કરવામાં આવેલા ‘ધ ગ્રેઝર ફેસ્ટ’ ભારતના મુખ્ય રેસ્ટોરન્ટ્સ, કાફે, બેવરેજ બ્રાન્ડ્સ અને ફૂડ-ટેક ઇનોવેટર્સને એક મંચ પર લાવશે. મીરા શાહ તેમજ સંદીપભાઈ એન્જિનિયરે આશા વ્યક્ત કરી કે, આ ફેસ્ટમાં ત્રણ દિવસમાં ૨૦,૦૦૦ થી વધુ મુલાકાતી આવશે તેવી અપેક્ષા છે.

આ ફેસ્ટિવલમાં વિવિધ થીમેટિક ઝોન હશે, જેમાં રિટેલ અને ગોર્મેટ માર્કેટ, ડેઝર્ટ ગાર્ડન, બેવરેજ બે (Beverage Bay), સ્પેશિયલ ODC પેવેલિયન જ્યાં નિષ્ણાત શેફ દ્વારા તૈયાર કરાયેલા પ્રીમિયમ મેનુ પીરસવામાં આવશે.

ઇવેન્ટનાં મુખ્ય આકર્ષણો:

આર્થિક અને વ્યાવસાયિક પ્રભાવ

માત્ર ઉત્સવ જ નહીં, પરંતુ ‘ધ ગ્રેઝર ફેસ્ટ’ ફૂડ એન્ડ બેવરેજ ઉદ્યોગ માટે વ્યવસાયિક રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે:

  1. બ્રાન્ડ વિઝિબિલિટી: યુવા વ્યાવસાયિકો અને નિર્ણય લેતા પરિવારો સુધી સીધી પહોંચ.
  2. માર્કેટ એક્ટિવેશન: પ્રોડક્ટ લોન્ચિંગ અને ગ્રાહકોના સીધા પ્રતિસાદ (Feedback) મેળવવા માટે વ્યૂહાત્મક તક.
  3. B2B નેટવર્કિંગ: ઉદ્યોગના હિસ્સેદારો માટે ભાગીદારી અને વ્યવસાયિક તકો શોધવા માટેનું સક્ષમ ઇકોસિસ્ટમ.
  4. મોટા પાયે B2C જોડાણ: ગ્રાહકો સાથે સીધો સંવાદ, જે બ્રાન્ડ્સને વિશ્વાસ કેળવવામાં અને વેચાણ વધારવામાં મદદ કરશે.

ટિકિટિંગ અને મુલાકાતીઓ માટે વ્યવસ્થા

ઇવેન્ટની વિગતો એક નજરે:

Exit mobile version