Site icon Revoi.in

15 વર્ષથી જૂનાં સરકારી વાહનો રસ્તાઓ પર નહીં ચાલેઃ નીતિન ગડકરી

Social Share

મુંબઈ:  મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર અથવા તેના ઉપક્રમોના પંદર વર્ષથી જૂનાં વાહનો રસ્તા પરથી હટાવી લેવાના રહેશે. ભારત સરકારે આ નીતિ તમામ રાજ્યોને મોકલી છે. રાજ્ય સરકારોએ પણ તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિભાગોમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

હકીકતે, વાયુ પ્રદૂષણને રોકવા માટે સરકારની અ અનાવી નીતિ મુજબ જૂના સરકારી વાહનોને પંદર વર્ષની મુદત પૂરી થયા બાદ જંકમાં મોકલવામાં આવશે. સરકારે, ભારત સરકાર અને તેની માલિકીના  15 વર્ષ જૂના વાહનોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે રાજ્યોને સૂચનાઓ મોકલી આપી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ નિયમ માત્ર ખાનગી વાહનો માટે જ હતો. પરંતુ હવે પેટ્રોલ વાહનો માટે સમય મર્યાદા 15 વર્ષ અને ડીઝલ વાહનો માટે આ સમય મર્યાદા 10 વર્ષ નક્કી કરવામાં આવી છે. દિલ્હી-એનસીઆરમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જ્યારે 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો પર પણ પ્રતિબંધ છે.

(ફોટો: ફાઈલ)