Site icon Revoi.in

એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થયા ગોવિંદા, મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડવાની શક્યતા

Social Share

મુંબઈ: જાણીતા એક્ટર અને પૂર્વ સાંસદ ગોવિંદા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થયા છે. ગોવિંદાને મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પરથી શિવસેના યુબીટીના આમોલ કીર્તિકરના મુકાબલે મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે.

બુધવારે ગોવિંદાએ શિવસેના એકનાથ શિંદે જૂથના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે સાથે પણ બેઠક કરી હતી. તેના પછી રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો હતો કે ગોવિંદા ફરી એકવાર રાજનીતિમાં વાપસી કરવા જઈ રહ્યા છે. તેના કારણે તેમણે શિવસેના શિંદે જૂથની સદસ્યતા લીધી છે. સૂત્રો મુજબ, જલ્દી તેમની બેઠકનું પણ એલાન કરવામાં આવશે.

આના પહેલા ગોવિંદા 2004 અને 2009માં સાંસદ રહી ચુક્યા છે. ત્યારે તેમણે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી. તે વખતે તેઓ મુંબઈ નોર્થથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારે તેમણે ભાજપના રામ નાઈકને ચૂંટણીમાં હરાવ્યા હતા.

ગોવિંદાએ પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન 165થી વધારે બોલીવુડ ફિલ્મો કરીછે. તેમની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.

મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો પર પાંચ તબક્કામાં મતદાન થશે.