Site icon Revoi.in

ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી શકે તે માટે સરકારે પેરા સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરવી જોઈએઃ ભાવિના અને સોનલ પટેલ

Social Share

અમદાવાદઃ શહેરમાં યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2.0 સમિટ 2022ના આજે બીજા દિવસે ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલ મેળવીને ભારતનું નામ રોશન કરનાર ખેલાડી સોનલ પટેલ અને ભાવિના પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. ખેલાડીઓને વધુ સારી સુવિધા પુરી પાડવાની સાથે નેશનલ-ઈન્ટરનેશનલ લેવલે ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે પેરા સ્પોટર્સ પોલીસી જાહેર કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારને અપીલ કરી હતી.

પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે જણાવ્યું હતું કે, હંમેશા કંઈક કરવાની ઈચ્છા હતી. નાનપણથી જ દેશ માટે કંઈક અલગ કરવાની ઇચ્છા હતી. નાના બાળકો પાસેથી મને ઘણુ શીખવા મળ્યું છે. કોઈ તૃટી હોય તો હું કોઈ પણ પાસેથી શિખીને તેને દૂર કરવાનો પ્રયાસ કરું છું. મોટા અને ગુરુઓ ઉપરાંત નાના બાળકો પાસેથી પણ ઘણુ શિખવા મળે છે. ભાવિના પટેલે પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા અને પતિને આપ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યાં છે ત્યારથી દેશમાં રમત-ગમતને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેમમે સ્પોર્ટ માટે અનેક કામ કર્યાં છે જેથી અમારા જેવા પેરા પ્લેયર્સને નવી દિશા મળી છે. અનેક નેશનલ ગેમ્સ એકેડમી બનાવવામાં આવી છે, જેના પરિણામે હવે ભારતીય ખેલાડીઓ નેશનલ-ઈન્ટરનેશનલ લેવલે ભારતીય ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યાં છે.

અન્ય ખેલાડી સોનલ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમત-ગમતને ઘણુ પ્રોત્સાહન આપ્યું છે જેના પરિણામે પેરા પ્લેયર્સ આગળ વધી શક્યાં છે. પેરા સ્પોર્ટસમાં મેડલ મેળવો પહેલા મુશ્કેલ હતો પરંતુ નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં છે. સોનલ પટેલે પોતાની સફળતાનો શ્રેય પરિવારને આપ્યો હતો.

બંને ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની જુની યાદો તાજી કરી હતી. તેમજ કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના શબ્દોથી એનર્જી મળે છે. ભાવિના પટેલે સરકારને પેરાલિમ્પિક્સ માટે આર્થિક સહાય પુરી પાડવાની વિનંતી કરી હતી. આ ઉપરાંત બંને ખેલાડીઓએ સુવિધાઓ વધારવાની સાથે ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી શકે તે માટે પેરા સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરવા માટે સરકારને અપીલ કરી હતી.