Site icon Revoi.in

દેશમાં માર્ચમાં જીએસટી આવક વધીને થઈ 1.60 લાખ કરોડ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં માર્ચમાં જીએસટી કલેક્શન 13 ટકા વધીને 1.60 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. નાણા મંત્રાલયે એક રિલીઝ જાહેર કરીને આ વિશે જાણકારી આપી છે. માર્ચ 2023 માં ગ્રોસ જીએસટી રેવન્યુ કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા રહ્યું હતું. તેમાંથી સીજીએસટી 29,546 કરોડ રૂપિયા, એસજીએસટી 37,314 કરોડ રૂપિયા, આઇજીએસટી 82,907 કરોડ રૂપિયા (માલની આયાત પર એકત્રિત 42,503 કરોડ રૂપિયા સહિત) અને 10,355 કરોડ રૂપિયાનો સેસ છે. એપ્રિલ મહિનામાં પણ જીએસટીની આવકમાં સતત વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

ચાલુ નાણાકીય વર્ષમાં માર્ચમાં ચોથી વખત જીએસટી કલેક્શન 1.50 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું. જીએસટી લાગુ થયા બાદ આ બીજા નંબરનું સૌથી મોટું કલેક્શન છે. માર્ચ મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ આઇજીએસટી કલેક્શન નોંધાયું હતું. સરકારે આઇજીએસટીથી સીજીએસટીને 33,408 કરોડ અને એસજીએસટીને રુ. 28,187 કરોડની નિયમિત પતાવટ કરી છે. આઈજીએસટી સેટલમેન્ટ બાદ માર્ચ 62માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક સીજીએસટી માટે 954,33 કરોડ રૂપિયા અને એસજીએસટી માટે 408,28 કરોડ રૂપિયા હતી.

માર્ચ મહિનામાં જીએસટી કલેક્શનમાં 13 ટકાનો વધારો નોંધાયો છે. જીએસટીની આવકમાં વધારો થાય તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ જીએસટી ચોરી શોધી કાઢવા માટે તપાસ કરવામાં આવે છે.