Site icon Revoi.in

હાફિઝના આતંકીએ ભારતને ફરીથી આપી ધમકી, સુરક્ષા એજન્સીઓ સાબદી બની

Social Share

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો ધમધમી રહ્યાં છે અને પાકિસ્તાનમાં બેઠાલા આતંકવાદીઓ ભારતમાં ભાંગફોડ કરવાની મેલી મુરાદ ધરાવે છે અને અવાર-નવાર ભારતને ધમકીઓ આપે છે. દરમિયાન પાકિસ્તાનને ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું છે. હાફિઝ સઈદના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર આમિર જીયાએ ઓપન મંચ ઉપર કાશ્મીરમાં આતંક ફેલાવવા અને ભારતમાં તબાહી મચાવવાની ધમકી આપી છે. આમિર જીયા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)નો કમાન્ડર છે. આ ધમકીને પગલે સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની છે.

લશ્કરની પીઓકે વિંગના એક કાર્યક્રમમાં જીયાએ ભારત તરફ ઈશારો કરતા જણાવ્યું હતું કે, ગાયની પૂજા કરનારા આપણા પડોશીઓ આજે આપણને ધમકાવે છે. તેમના એટલી બધી હિંમત આવી ગઈ છે કે, તેઓ પીઓકે જીતવાની વાત કરે છે પરંતુ આપણે આપણી લડાઈમાં પીછેહઠ કરવાની નથી. આપણે કાશ્મીરને આઝાદ કરાવવાની સાથે આખા ભારતમાં તબાહી મચાવીશું. ગઝવા-એ-હિંદ માટે આપણે તમામ જૂથોએ ભારત સામે એક થવુ પડશે.

જીયાએ બાંગ્લાદેશને પોતાની વિચારધારા ઉપર આગળ વધવા માટે અપીલ કરી છે. જીયાએ બાંગ્લાદેશમાં માર્યા ગયેલા હાદીની પ્રશંસા કરી હતી. બાંગ્લાદેશમાં તેમના સહયોગને રોકવાના પ્રવાસ થઈ રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યાં હતા. જેમાં લશ્કર-એ-તૈયબાને પણ ભારે નુકસાન થયું હતું. હવે ફરીથી લશ્કર-એ-તૈયબા અને જેશ-એ-મોહમ્મદ ફરીથી એક્ટિવ થઈ રહ્યાં છે. તેમજ આતંકીઓની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ગાઝા પીસ બોર્ડમાં ભારત સામેલ થશે તો ભારતીય મૂળના બે સભ્યો હશે

Exit mobile version