Site icon Revoi.in

હર્ષ સંઘવીએ CIIની યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ 2.0 સમિટમાં કહી આ મહત્વ વાત

Social Share

અમદાવાદઃ હર્ષ સંઘવીએ CIIની યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ સમિટ 2.0ને સંબોધતા કહ્યું કે, દરેક લોકો જે રીતે કામ કરે છે તેમાં કામમાં તે લોકો લીડર હોય છે જ, પરંતુ બસ તેને જોવાની જરૂર છે. માત્ર રાજનીતિમાં જોડાયેલા લોકો જ નેતા હોય તેવુ નથી હોતુ, અને જે લોકો માને છે કે રાજનીતિ ખરાબ વસ્તુ છે એટલી ખરાબ હોતી નથી. જે ફિલ્મ અને ટીવીમાં બતાવે તેવું હોતું નથી.

હર્ષ સંઘવી ગુજરાતના વિકાસને વિશે પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે ગુજરાતમાં જે વેપારી છે તેમાં ફેક્ટરીઓમાં કોઈ લુખ્ખા તત્વોની દાદાગીરી કે નેતાઓની દખલ હોતી નથી, અને ગુજરાતને જોઈને અન્ય રાજ્યો પણ તેને ફોલો કરી રહ્યા છે. ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીને હેરાન કરવાની રીત નથી તેના કારણે દેશ વિેદેશથી લોકોને ગુજરાતમાં વેપાર કરવાનું પસંદ આવી રહ્યું છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ અને સેન્ટ્રલમાં નરેન્દ્ર મોદીના કારણે ગુજરાતના વિકાસ પર ડબલ એન્જિનની સ્પીડથી થઈ રહ્યો છે. દેશમાં સુધારા કેવી રીતે લાવી શકીએ અને દેશના વિકાસમાં કેવી રીતે આપણે આપણુ યોગદાન આપી શકીએ તેના વિશે હર્ષ સંધવીએ જણાવ્યું કે જો દુનિયાને દેશને બદલવી હોય તો સૌથી પહેલા નજીકના લોકોનું જીવન વધારે સારુ કેવી રીતે થાય તેના પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે તેનાથી જ સમાજમાં બદલાવ આવી શકે. જો આ પ્રકારના પ્રયાસથી કોઈના જીવનમાં 10 ટકા પણ સકારાત્મક બદલાવ આવી શકે તો તે કામ કરવું જોઈએ.

ગુજરાત પોલીસ દ્વારા રેકોર્ડ કરવામાં આવતી ક્રાઈમની માહિતી અને ઘટનાઓના રેકોર્ડને લઈને ગુજરાતના ગૃહમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં અત્યારે ઈ-એફ.આઈ.આર પર કામ કરવામાં આવી રહ્યું છે. અને હજુ પણ ગુજરાત પોલીસ એ વિષયો પર કામ કરી રહી છે જેનાથી સામાન્ય લોકોની તકલીફ ઓછી થાય અને ક્રાઈમને ઘટાડી પણ શકાય.

ગુજરાતમાં લોકોમાં જે રીતે માનવતા અને લોકો પ્રત્યે લાગણીનો સ્વભાવ છે તેને જોઈને કોઈ પણ કહી શકે કે ગુજરાતમાં જ્યારે પણ અને કોઈ પણ પ્રકારની આફત આવે તો તેમાંથી રાજ્ય ફટાફટ બહાર નીકળી જાય છે, અને લોકોમાં એ લાગણી છે કે જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે મોટાભાગના લોકોએ માનવત ધર્મ બતાવ્યો છે જેમાં તેઓએ પોતાની મદદ કરતા પહેલા બીજાને મદદ કરવાનું વિચાર્યું છે.