Site icon Revoi.in

જો પુરુષોમાં આવા લક્ષણો દેખાવા લાગે તો સમજી લો કે હાર્ટ એટેક આવવાની સંભાવના છે!

Social Share

હાલના સમયમાં સ્ત્રીઓ કરતાં પુરુષોમાં અને તે પણ ખૂબ જ નાની એટલે કે ચાલીસ આસપાસની ઉંમરમાં હાર્ટ એટેક આવતો વધુ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે પણ આ  લક્ષણો વિશે જાણી લો, જેના ઉપરથી નક્કી કરીને તમે જલ્દીથી તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરી શકો. આજની બિનઆરોગ્યપ્રદ અને બેઠાડુ જીવનશૈલીના કારણે લોકો સુગર, હાઈપર ટેન્શન, મેદસ્વીતા, ચિંતા, ડિપ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અને આ બધા ઉપરાંત સૌથી વધુ  ચિંતાજનક સમસ્યા, કે  જેનો લોકો સામનો કરી રહ્યા છે તે છે હાર્ટ એટેક.

(ફોટો: ફાઈલ)