
જો પુરુષોમાં આવા લક્ષણો દેખાવા લાગે તો સમજી લો કે હાર્ટ એટેક આવવાની સંભાવના છે!
હાલના સમયમાં સ્ત્રીઓ કરતાં પુરુષોમાં અને તે પણ ખૂબ જ નાની એટલે કે ચાલીસ આસપાસની ઉંમરમાં હાર્ટ એટેક આવતો વધુ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે પણ આ લક્ષણો વિશે જાણી લો, જેના ઉપરથી નક્કી કરીને તમે જલ્દીથી તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરી શકો. આજની બિનઆરોગ્યપ્રદ અને બેઠાડુ જીવનશૈલીના કારણે લોકો સુગર, હાઈપર ટેન્શન, મેદસ્વીતા, ચિંતા, ડિપ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અને આ બધા ઉપરાંત સૌથી વધુ ચિંતાજનક સમસ્યા, કે જેનો લોકો સામનો કરી રહ્યા છે તે છે હાર્ટ એટેક.
- પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો : સેન્ટ્રલ ડિસીઝ કંટ્રોલ (સીડીસી) અનુસાર, હાર્ટ એટેકના મુખ્ય લક્ષણોમાં, સૌ પ્રથમ તો છાતીમાં દુ:ખાવો, પીઠથી ગરદન સુધીના વિસ્તારમાં દુ:ખાવો, અચાનક શ્વાસ લેવામાં તકલીફ, બેચેની, ઉબકા, છાતીમાં બળતરા જેવું લાગવું, ભારે થાક, માથાનો દુ:ખાવો, ફફડાટ કે ધબકારા વધવાની સમસ્યા, પગમાં સોજો, પગની ઘૂંટીઓમાં સોજો વગેરેનો સમાવેશ થાય છે.
- હાર્ટ એટેક આવવા પાછળના કારણો: હાર્ટ એટેકના મુખ્ય કારણોમાં હાઈ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા, વધુ પડતો તળેલો ખોરાક, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ અને વધુ પડતું ધૂમ્રપાન તથા આલ્કોહોલનું સેવન સામેલ છે.
- હાર્ટ એટેકથી બચવાના ઉપાયો : તેનાથી બચવાના કે તેને ટાળવાના ઉપાયોમાં બની શકે તેટલો પૌષ્ટિક આહાર જ લેવાનું રાખો અને બહારનું ભોજન કરવાનું પણ ટાળો. નિયમિત કસરત કરો, ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહો, હાઈ બીપી, શુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખો. અત્રે ઉલ્લેખનીય છે કે આ માત્ર પ્રારંભિક જાણકારી છે અને આ બીમારી માટે યોગ્ય ડોક્ટરની સલાહ મુજબ જ ચાલવું જરૂરી છે. અહીં જણાવેલ લક્ષણો સિવાયના લક્ષણો દ્વારા અથવા તો કોઈપણ જાતના લક્ષણો વિના પણ હાર્ટ એટેક આવી શકે છે.
(ફોટો: ફાઈલ)
tags:
early age failure health health advise. health boost up health awareness health benifits Health care Healthy heart heart attack heart failure major male minor signs symptomps