Site icon Revoi.in

જો તમે લગ્ન માટે પરિધાન ખરીદતા હોવ તો આ ટિપ્સ જરૂર યાદ રાખો

Social Share

લગ્નને ખાસ બનાવવા માટે, દુલ્હન માટે જોડો ખૂબ જ ખાસ હોય છે. હેવી એમ્બ્રોઈડરી વાળા લહેંગા આજકાલ દુલ્હનોની પહેલી પસંદ બની ગયા છે. પણ જ્યારે પણ લહેંગા ખરીદતા હોવ ત્યારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી વેડિંગ લુક એકદમ ટ્રેન્ડી અને કમ્ફર્ટેબલ લાગે.

• લહેંગા હંમેશા લગ્નના 2-3 મહિના પહેલા ખરીદો. જેનાથી તમારા લહેંગા આઉટડેટેડ નહીં થાય. સાથે જ તેને ફિટ કરાવવાનો અને કસ્ટમાઈઝ કરાવાનો પર્યાપ્ત સમય તમારી પાસે રહેશે.

• તમે તમારી પસંદના લહેંગા ખરીદવા સ્ટોર પર જો છો પણ હંમેશા દુકાનદાર અથવા સ્ટાઈલિસ્ટ દ્વારા સુચવેલ લહેંગા પણ જરૂર ટ્રાય કરો. ઘણી વાર સ્ટાઈલિસ્ટ તમને વધારે સારી રીતે કહી શકશે કે કયો લહેંગો તમારા શરીર પર સુંદર લાગશે.

• લહેંગા ખરીદતા પહેલા પાતાનુ બજેટ બિલકુલ કહી દેવું. જેનાથઈ લાસ્ટમાં લહેંગા પસંદ આવ્યા પછી કોઈ પણ પ્રકારની દિક્કત ના થાય.

• બ્રાઈડલ લહેંગા પસંદ કરતા માટે ઘણા બધા લોકોની જગ્યા એ 4-5 લોકોની રાય લો. જેમના પર તમને ભરોસો હોય.

• હંમેશા પોતાની બોડી ટાઈપનું ધ્યાન રાખો. ટ્રેન્ડમાં ચાલતા લહેંગા ખરીદવાની કોશિશ ના કરો.

• લહેંગા સ્કર્ટ પર ફોકસ ના રાખો. બ્લાઉઝ અને દુપટ્ટા જ લુકને કંમ્લીટ સુંદર બનાવે છે. એટલા માટે ફિટિંગ અને મૈચિંગ પર પણ ધ્યાન આપો.